WORLD : અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર: કેલિફોર્નિયામાં બર્થડે પાર્ટીમાં હુમલો, 4ના મોત, 10 ઈજાગ્રસ્ત

0
43
meetarticle

અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના થઈ છે. કેલિફોર્નિયાના સ્ટોકટન વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 10 ઈજાગ્રસ્ત છે. એક બર્થડે પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થયો. મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સેન જાઓકિન કાઉન્ટી શેરીફે પણ સત્તાવાર જાણકારી આપતા જણાવ્યું છે કે ગોળીબારમાં બે બાળકો સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસને આશંકા છે કે આ લોકોને નિશાનો બનાવીને હત્યા કરાઈ છે. સ્ટોકટનના ડેપ્યુટી મેયર જેસન લીએ સમગ્ર મામલે શોક વ્યક્ત કર્યો છે તથા જણાવ્યું છે કે તેઓ સતત ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કમાં છે. પોલીસ ઘટનાસ્થળના રસ્તા પર લોકોની અવરજવર બંધ કરી છે.

નોંધનીય છે કે ગયા મહિને જ અમેરિકાના મિસિસિપીમાં ડેલ્ટા વિસ્તારમાં ગોળીબાર થયો હતો. બે અલગ અલગ સ્થળો પર થયેલા ગોળીબારમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 12 ઈજાગ્રસ્ત થયા હતા. લીલેન્ડ નામના શહેરમાં હાઈસ્કૂલમાં ફૂટબોલ હોમકમિંગ ગેમ બાદ ગોળીબાર થયો હતો જેમાં ચારના મોત થયા હતા. જ્યારે બીજી ઘટના હાઈડલબર્ગ નામના શહેરમાં થઈ હતી. જેમાં હાઈસ્કૂલ હોમકમિંગ વીકેન્ડમાં શાળા પરિસરમાં જ ગોળીબાર થતાં બેના મોત થયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here