વોશિંગ્ટન : ઇતિહાસ ક્યારે કરવટ બદલે તે કહી શકાય નહી. એક સમયે ભારત જેવા દેશમાં ભૂખ્યા લોકોની લાઇનો જોઈને હસતા અમેરિકનો આજે પોતે જ આવી લાઇન લગાવીને ઊભા છે. આજે અમેરિકનો એક ટંકના ભોજન માટે ફૂડ બેન્કની બહાર લાઇન લગાવીને ઊભા છે. કોઈએ કલ્પના પણ કરી ન હતી કે ચાર કરોડથી પણ વધુ અમેરિકનો ૨૧મી સદીમાં આ પ્રકારનો સરકારી ભૂખમરો વેઠશે.
અમેરિકામાં શટ-ડાઉન શુક્રવારે ૪થા સપ્તાહમાં પ્રવેશ્યું છે ત્યારે પગાર વિનાના ફેડરલ વર્કર્સ જેમાં સૈનિકોનાં કુટુમ્બીજનો પણ સમાવિષ્ટ છે. તેઓ ‘ફૂડ-બેન્ક’ સામે લાંબી કતારોમાં ઉભેલા દેખાતા હતા. આ પરિસ્થિતિ માત્ર એક બે રાજ્યોમાં જ નહીં પરંતુ કેલિફોર્નિયા, મેરીલેન્ડ, ટેક્ષાસ અને એરિઝોના સહિત બીજા કેટલાંયે રાજ્યોમાં જોવા મળી છે.

વિધિની વક્રતા તે છે કે વિશ્વનાં સૌથી શ્રીમંત રાષ્ટ્રમાં અમેરિકન્સ, ‘ફ્રી-મીલ્સ’ (નિ:શુલ્ક ભોજન) માટે લોકો કતારો લગાવી રહ્યા છે. કારણ કે તેઓને ભીતિ છે કે, આગામી મહિનાથી તો કદાચ આ પણ નહીં મળે.અનેક સોશ્યલ મીડીયા ઉપર આ લાંબી કતારો જોવા મળતી હતી. એવો અંદાજ મળ્યો છે કે, ઓછામાં ઓછા ૪ કરોડ ૧૦ લાખ અમેરિકન્સ તો ‘સપ્લીમેન્ટલ ન્યુટ્રિશ્યન આસિસ્ટન્સ પ્રોગ્રામ” (એસ.એન.એ.પી.) ઉપર નિર્ભર છે. તે અંગેના વિડીયો હવે વાયરલ થઈ રહ્યાં છે. જેમાં મીનેસોટા, કેલિફોર્નિયા, પેન્સિલવાનિયા, મેરીલેન્ડ જેવા રાજ્યોમાં લાંબી કતારો દેખાઈ રહી છે.
સોશ્યલ મીડીયા પર ઘણાએ જણાવ્યું હતું કે ફેડરલ ગવર્નમેન્ટનું ‘શટડાઉન’ ચાલુ રહેતાં ૭ લાખ જેટલા ફેડરલ વર્કર્સ પડતા મુકાયા છે. લગભગ તેટલા જ પગાર વિના કામ કરે છે. મિનેસોટા, કેલિફોર્નિયા, પેન્સીલવાનિયા અને ટેક્સાસ સહિત ઘણાં રાજ્યોમાં લોકો આશંક્તિ બની ગયા છે કે, આગામી મહીને આ ‘અન્ન સહાય’ ચાલુ રહેશે કે કેમ ?
દરમિયાન અર્થશાસ્ત્રીઓ કહે છે કે, જો ‘શટ-ડાઉન’ ચાલુ રહેશે તો અમેરિકાના આર્થિક વિકાસ ઉપર તેની સીધી અસર પડશે. તેઓ કહે છે કે, શટ-ડાઉન ચાલુ રહેતાં દર સપ્તાહે અમેરિકાના આર્થિક વિકાસમાં ૦.૧ થી ૦.૨ અંકની પીછેહઠ થઈ રહી છે.
ન્યૂયોર્ક : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શટડાઉનના કારણે મિત્રો સમક્ષ હાથ ફેલાવવાની ફરજ પડી રહી છે. ટ્રમ્પ પાસે પેન્ટાગોનને ચૂકવણી કરવાના રૂપિયા નથી. તેના કારણે તેણે ધનાઢ્ય મિત્ર જાણ કરીને તેના દ્વારા પેન્ટોગાનને ૧૩ કરોડ ડોલરની ચૂકવણી કરી હતી.
પેન્ટાગોને શુક્રવારે સ્વીકાર્યું હતું કે, ‘સરકારી શટ-ડાઉન’ને લીધે તેનાં સૈન્યના સભ્યોને કોઈ ‘અજાણી વ્યક્તિ’ દ્વારા ડોલર ૧૩૦ મિલિયનની સહાય આપવામાં આવી હતી. આ અંગે નીતિમત્તાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. મૂળ વાત તેમ છે કે પ્રમુખ ટ્રમ્પે જ જણાવ્યું હતું કે, એક મિત્રે આ ખાદ્ય પૂરી કરવા અમેરિકાને ‘ગિફ્ટ’ આપી છે.
આ એક અસામાન્ય ઘટના છે તે ઘણી મોટી રકમ લાગે છે. પરંતુ વાસ્તવમાં તો પગાર (પે-રોલ) માટે ૬.૫ બિલિયન ડોલર્સની જરૂર છે, તેમ ટ્રમ્પ તંત્રે કોંગ્રેસને ગત સપ્તાહે જ જણાવ્યું હતું. પગાર માટેનો દિવસ ફરી એક સપ્તાહમાં જ આવવાનો છે. આપણે તે જોવાનું રહે છે કે, સૈનિકો પૂરાં વળતર વિનાના ન રહે.આ રકમ કોણે આપી હતી તેનું નામ આપવાની પ્રમુખે ના કહી હતી અને કહ્યું હતું કે, જેણે આ રકમ આપી છે તે મારા મિત્રે જ પોતાનું નામ જાહેર કરવાની ના કહી છે.પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા સીન પાર્નેલે કહ્યું હતું કે, ડેમોક્રેટસે આ ‘પે-મેન્ટ’ અટકાવવા ડેમોક્રેટસે જ કોંગ્રેસમાં મતદાન કર્યું હતું તેમ છતાં જેઓએ આ રકમ આપી છે, તેના અમે આભારી છીએ. આશા રાખીએ છીએ કે આ વિરોધ થોડા સમયમાં દૂર થઈ જશે.

