WORLD : ઇરાનને નકશામાંથી ભૂસી નાખીશું : ટ્રમ્પ

0
16
meetarticle

ખાડી યુદ્ધને છ અઠવાડિયા વીતી ગયા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ એક પછી એક અલ્ટીમેટમ આપતા રહ્યા છે અને હવે ૪૮ કલાકનું આખરીનામુ ઇરાનને  તેમના તુમાખીભર્યા અંદાજમાં આપતા જણાવ્યું હતું કે આજે રાત્રે એક પૂરેપૂરી સભ્યતા ખતમ થઈ જશે.  તેની સામે ઇરાને પણ ટ્રમ્પને વળતો જવાબ આપ્યો છે કે જો ભીષણ હુમલો કર્યો છે તો એવો જવાબ આપીશું કે અમેરિકાની આવતી પેઢીઓ યાદ રાખશે. 

ટ્રમ્પે ઇરાનને ધમકાવતા જણાવ્યું હતું કે આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, તેને પાછી લાવી નહીં શકાય. હું આવું ઇચ્છતો નથી, પરંતુ આવું થશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે અમે હવે ઇરાનમાં સત્તા બદલી દીધી છે. 

હવે ત્યાં પહેલાની તુલનાએ સ્માર્ટ અને ઓછા કટ્ટર લોકો છે. અમને આજે રાત્રે ખબર પડશે કે ઇરાન કયા પગલાં લઈ રહ્યું છે. આ વિશ્વના ઇતિહાસની સૌથી મહત્ત્વની પળ છે. 

ટ્રમ્પના નિવેદન સામે ઇરાનનો વળતો પ્રહાર

ટ્રમ્પના નિવેદનનો વળતો જવાબ આપતા હોય તેમ ઇરાને અમેરિકા સાથે બધા રાજકીય અને પરોક્ષ કમ્યુનિકેશન ચેનલ બંધ કરી દીધી છે. અમેરિકા સાથે કોઈપણ પ્રકારના સંદેશાનું આદાનપ્રદાન બંધ કરી દીધું છે. બીજી બાજુએ અમેરિકાના એક અધિકારીનો દાવો છે કે અમે ઇરાનના સંપર્કમાં છીએ. ઇરાન સાથે અમારી વાતચીત સકારાત્મક રહી. આજનો દિવસ પૂરો થતાં-થતાં કોઈને કોઈ પરિણામ આવશે.

ટ્રમ્પની ધમકી પર દક્ષિણ આફ્રિકા સ્થિત ઇરાની રાજદૂતે જણાવ્યું હતું કે અમેરિકા અને તેના સહયોગીઓને ઇરાનની પ્રાચીન સભ્યતા તરફથી એવો જવાબ મળશે કે તે ક્યારેય ભૂલી નહીં શકે. તુર્કીમાં ઇરાની દૂતાવાસે જણાવ્યું હતું કે સિકંદરે સળગાવી દીધા, મંગોલોએ બરબાદ કરી દીધા, આમ ઇતિહાસે કઠોર પરીક્ષા લીધી, આમ છતાં ઇરાનનું અસ્તિત્વ બનેલું છે. હવે જેને સમય ખતમ ન કરી શક્યો તે દેશ એક માનસિક રીતે દેવાળું ફૂંકનારા શખ્સની ધમકીથી ખતમ ન થાય. 

અમેરિકાએ ખાર્ગ પર હુમલો કર્યો- ઇઝરાયેલના હુમલામાં ૧૮ના મોત

અમેરિકાએ ધમકીના કલાકો પૂરા થયા પહેલા જ ઇરાન પર હુમલો કરી દીધો અને તેણે ઇરાનના ખાર્ગ ટાપુઓને લક્ષ્યાંક બનાવ્યા જ્યાંથી ઇરાન ૯૦ ટકા ઓઇલ સપ્લાય કરે છે. બીજી બાજુએ ઇઝરાયેલે ઇરાનની દસ રેલ્વે લાઇનો પર હુમલો કર્યો હતો. ઇરાનમાં તહેરાનથી ઉત્તરપશ્ચિમે આવેલા અલબોર્ઝ પ્રાંતમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં ૧૮ના મોત થયા છે અને ૨૪ને ઇજા થઈ છે. ઇરાનમાં તહેેરાન અને તેની આસપાસના પર્વતમાળામાં શસ્ત્રોના પુરવઠાને ખતમ કરવા ઇઝરાયેલ હવાઈ હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલે ઇરાનના શિરાઝમાં આવેલા પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલા કર્યા હતા. 

ઇરાને વીજમથકોનું રક્ષણ કરવા ૧.૪ કરોડની માનવ સાંકળ રચવા માંડી

ઇરાનના પ્રમુખે જણાવ્યું હતું કે મારા સહિત ૧.૪ કરોડ લોકો વીજમથકોનું રક્ષણ કરવા માટે માનવ સાંકળ રચવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટ્રમ્પના હુમલાએ ઇરાનમાં પાછો રાષ્ટ્રવાદ જગાવ્યો છે અને લોકો દેશ માટે કંઇપણ કરી છૂટવા માટે લાગી ગયા છે. આમ ટ્રમ્પની ઇરાનમાં સત્તા પલટો કરવાની ઇચ્છા બર આવી નથી. 

ઇરાને પણ અમેરિકા-ઇઝરાયેલના હુમલાના જવાબમાં વળતો પ્રહાર કરતાં ઇઝરાયેલમાં તેલ અવીવ અને સાઉદી અરેબિયામાં હુમલો કર્યો હતો. તેના કારણે તેલઅવીવમાં સાઇરનો વાગી હતી. સાઉદી અરેબિયા પર આઠ મિસાઇલ ત્રાટકી હતી, જેને આંતરી લેવામાં આવી હતી. વિશ્વના નેતાઓએ પણ ચેતવણી આપી હતી કે ટ્રમ્પના પગલાંને વોર ક્રાઇમ કહી શકાય. યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ યુદ્ધ વખતે કોઈપણ વીજમથક અને નાગરિક માળખાને નિશાન બનાવી શકાતા નથી, જો કે યુક્રેન-રશિયા યુદ્ધમાં પણ આ નિયમ જળવાયો નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here