WORLD : ઇરાનનો અમેરિકાને તમાચો : વોટર-ગેસ પ્લાન્ટનો કચ્ચરઘાણ

0
13
meetarticle

 અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને પાષાણ યુગમાં ધકેલવાની આપેલી ધમકીથી વીફરેલા ઇરાને આખી વ્યૂહરચના બદલતા કુવૈતમાં વોટર ડિસેલિનશન પ્લાન્ટ પર હુમલો કર્યો હતો અને યુએઈના અબુધાબીમાં ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આમ આ યુદ્ધ ઇન્ફ્રાસ્ટ્રકચર વોરફેરનું સ્વરુપ ધારણ કરી ચૂક્યું છે. આ ઉપરાંત ઇરાને ઇઝરાયેલની ડ્રોન બનાવવાની ફેક્ટરી ઉડાવી દેતા તેને મોટો ફટકો પડયો છે.ઇરાને યુએઈના અબુધાબીમાં ગેસ ફેસિલિટી પર હુમલો કર્યો હતો. આ હુમલાને આંતરવામાં આવ્યો હતો, પરંતુ તેના કાટમાળા ગેસ પ્લાન્ટમાં આગ લગાડી દીધી હતી. સ્થાનિક વહીવટીતંત્રએ સાવચેતીના ભાગરુપે ગેસ પ્લાન્ટ બંધ કરી દીધો હતો. બીજી બાજુએ કુવૈતમાં ઇરાને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્લાન્ટના ઘણા બધા હિસ્સાને નુકસાન પહોંચ્યું છે. કુવૈત માટે આ પ્લાન્ટ મહત્ત્વનો છે, કેમકે ત્યાંથી દેશના ૯૦ ટકા હિસ્સાને પાણી પૂરુ પાડવામાં આવે છે.

આ સિવાય કુવૈતની ઓઇલ રીફાઇનરી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના કારણે કેટલાય ભાગોમાં આગ લાગી ગઈ હતી. ફાયરબ્રિગેડ તેના પર અંકુશ મેલવવામાં લાગેલો છે. આ સિવાય બહેરીનમાં સાયરન વાગી હતી. સાઉદી અરબે કેટલાય ઇરાની ડ્રોન તોડી પાડયાનો દાવો કર્યો હતો. જ્યારે યુએઈણાં એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવામાં આવી હતી.

ઇરાને ઇઝરાયેનલા પેટ ટિક્વા શહેરમાં આવેલી એક ડ્રોન ફેક્ટરીને ઉડાવી દીધી છે. ઇરાનના સુપરસોનિક મિસાઇલના હુમલાના લીધે આખી ફેક્ટરી ખંડર બની ગઈ છે. આ ફેક્ટરી ઇઝરાયેલના રક્ષણ હેતુની ડ્રોન ટેકનિક સાથે જોડાાયેલી હતી. અહીં મિસાઇલ પડતા મોટો ખાડો પડી ગયો હતો. મિસાઇલ ખુલ્લા વિસ્તારમાં પડવાના લીધે નુકસાન ઘણુ મર્યાદિત રહ્યુ હતું. જો કે ઇઝરાયેલની અત્યંત એડવાન્સ છતાં પણ મિસાઇલ ત્યાં સુધી પહોંચ્યુ તે જ ઇઝરાયેલ માટે રહસ્યનો સવાલ છે. ઇઝરાયેલે લેબનોનના પૂર્વી શહેર સોહમોર કરેલા હુમલામાં બેના મોત થયા હતા.

ઇરાને જણાવ્યું હતું કે અમારો એક પુલ તોડવાના જવાબમાં અમે મધ્યપૂર્વમાં આઠ પુલ ઉડાવીશું. તેણે મધ્યપૂર્વના આઠ પુલોની યાદી પ્રકાશિત કરી છે. હવે તે આ પુલોને ખતમ કરી નાખશે. ઇરાનના વિદેશમંત્રીએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે અમે ક્યારેય શરણાગતિ નહીં સ્વીકારીએ. તેમણે જણાવ્યું હતું કે ખાડી દેશો અને જોર્ડનના ઘણા મશહુર પુલો તેના નિશાના પર હોઈ શકે છે. તેમા કુવૈત અને બહેરીનમાં એક-એક, સંયુક્ત આરબ અમીરાતમાં બે, જોર્ડનમાં ત્રણ પુલ સામેલ છે.

ઇરાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન મોહમ્મદ જવાજ ઝારિફે યુદ્ધનો અંત લાવવા સૂચન કર્યુ હતુ. તેઓને પશ્ચિમ સાથે વાટાઘાટ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ ઇરાનની લીડરશિપની નજીક હોવાનું કહેવાય છે. તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આ મડાગાંઠનો અંત લાવવામાં આવે. ઝરીફના સૂચનમાં અમેરિકા અને ઇરાન બંનેના પ્લાનનું પ્રતિબિંબ પડે છે.

ઇરાન બાળકોની સૈનિકો તરીકે ભરતી કરવા લાગ્યુઃ એમ્નેસ્ટી

તહેરાન : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ઇરાનને ચેતવણી આપી છે કે ઇરાન ૧૨-૧૨ વર્ષના બાળકોની બસીજ ફોર્સના કર્મચારી તરીકે ભરતી કરી રહ્યુ છે આ વોર ક્રાઇમ છે. યુદ્ધ દરમિયાન આ ૧૨-૧૨ વર્ષના બાળકો ગાર્ડ તરીકે ચોકીદારી કરતાં જોવા મળ્યા હતા. એમ્નેસ્ટીએ જણાવ્યું હતું કે નજરે જોનારાઓ અને તેમના પોતાના વિશ્લેષણનું કહેવું છે કે તેઓએ ચેકપોઇન્ટ અને પેટ્રોલ તરીકે કેટલાક શસ્ત્રસજ્જ બાળકોને ચોકીદારી કરતાં જોયા હતા. તેમના હાથમાં ક્લાશ્નિકોવ સ્ટાઇલની એસોલ્ટ રાઇફલો હતી.

અમેરિકા અને ઇઝરાયેલના સતત હુમલામાં ઇરાનની બસીજ ફોર્સનો સોથ વળી ગયો હોવાનું માનવામાં આવે છે. તેના કારણે બાળકોને રક્ષક તરીકે ઉતારવાની ફરજ પડી છે.

અમેરિકાનું પ્લેન તોડી પાડયા પછી ઇરાન પાયલોટને પકડે તે પહેલાં અમેરિકાએ બચાવી લીધો

તહેરાન : અમેરિકન સેનાનું એક ફાઇટર જેટ એફ-૧૫ને ઇરાને ગઇકાલે તોડી પાડયું હતું. તેના પછી ઇરાને એક સમયે તેના પાયલોટને પકડી પાડવાનો દાવો કર્યો હતો, જો કે પછી ઇરાને જ તેના સરકારી ટેલીવિઝન ચેનલ પર આ પાયલોટને પકડી લાવનારને ઇનામ આપવાની જાહેરાત કરી હતી, જે બતાવતુ હતુ કે ઇરાન હજી સુધી અમેરિકન પાયલોટને પડકી શક્યું ન હતુ. આ બધા વચ્ચે મળેલી છેલ્લી જાણકારી મુજબ અમેરિકાએ ઇરાનમાં તૂટી પડેલા ફાઇટર જેટના બે ક્રૂ મેમ્બરમાંથી એકને સફળતાપૂર્વક બચાવી લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇરાનનું લશ્કર ઘટનાસ્થળે પહોંચ્યુ તે પહેલાં જ બચાવ અભિયાન શરુ કરી દેવામાં આવ્યું હતું. એફ-૧૫ઇમાં બે જણ હોય છે. એક પાયલોટ હોય છે અને બીજો વેપન્સ સિસ્ટમ્સ ઓફિસર એટલે કે ગનર સામેલ હોય છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ઇરાને લડાકુ પ્લેન તોડી પાડયું હોવાની જાણકારી આપવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here