ચીને જાહેર કર્યું હતું કે, વ્યાપાર સંધિ અંગે અમેરિકા સાથે અમે મૂળભૂત સમાધાન પર પહોંચ્યા છીએ.
આ પરિવર્તન પ્રમુખ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી-જિનપિંગ વચ્ચે કૌલાલમ્પુરમાં યોજાનારી મંત્રણા પહેલા અમલી બની રહેશે. ચીનના ઉપ વડાપ્રધાન હે લીફેંના અને અમેરિકી વિત્તમંત્રી સ્કોટ બીસેન્ટ વચ્ચેની મંત્રણા સમયે, આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કૌલાલમ્પુરમાં યોજાનારી આ સીયન દેશોની મીટીંગ પૂર્વે અમલી બનવાની શક્યતા છે. તેમ ચીનની સમાચાર સંસ્થા શીન-હુઆ જણાવે છે.

ઉલ્લેખનીય છે કે, રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ટ્રમ્પે ચીનમાંથી આયાત થતા તમામ માલ ઉપર ૧૦૦% ટેરિફ નાખવાનો નિર્ણય કર્યો હતો. જયારે ભારત ઉપર ૨૫% ટેરિફ ઉપરાંત ૨૫% દંડાત્મક ટેરિફ પણ લાદવાની જાહેરાત કરાઈ હતી. કારણ કે ભારત પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે. જોકે ચીન ભારત કરતાં ઘણું વધુ તેલ ખરીદે છે તેમ છતાં જો છૂટછાટો આપવા ટ્રમ્પ વિચારે છે. તે માટેનું એક કારણ તેઓ આપે છે કે, ચીન પાસેથી દુર્લભ ધાતુઓ ખરીદવી અનિવાર્ય છે. માટે તેને આ છૂટછાટ આપવી અનિવાર્ય છે.
ચીનના નાયબ વડાપ્રધાન હી-લિફેંગ અને અમેરિકાના વિત્ત મંત્રી સ્કોટ બીસેન્સ વચ્ચેની મંત્રણા દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી આ છૂટછાટ આપવા વિચારાઈ રહ્યું છે. ભારત જરા પણ નમતું ઝોખતું નથી. અને ટ્રેડ વોરમાં ટટ્ટાર ઉભું રહ્યું છે. તેથી વિશ્વભરમાં સરાહના થઈ રહી છે. છતાં ભારત ઉપરનો આયાત કર (ટેરિફ) ઘટાડવામાં આવે તેવી કોઈ સંભાવના જ નથી. તો બીજી તરફ ચીનને ૧૦૦ ટકા ટેરિફમાંથી તદ્દન મુક્ત કરાશે તેમ સ્પષ્ટ લાગે છે.
જો કે વિશ્લેષકો તેથી આશ્ચર્ય પામતા નથી. તેઓ કહે છે કે જો તલવારને સૌ નમે છે. ચીનની આર્થિક કરતાંએ વધુ મહત્વની બાબત તો તેની સૈન્ય શકિત છે. વાત સીધી અને સાદી છે, તલવારને સૌ નમે છે. બલિદાન બકરીનું અપાય છે. વાઘનું બલિદાન અપાયું હોવાનું હજી સુધી જાણવા મળ્યું નથી. પરંતુ ટ્રમ્પ ભૂલે છે, ભારત બકરી નથી. હાથીની તાકાત ધરાવે છે. હાથી સૌથી બળવાનુ અનુષ્માદ છે. તેની ટ્રમ્પને યાદ અપાવી દીધી છે.
અમેરિકાને ચીનથી આયાત થતી વસ્તુઓમાં, રેર-આર્થસ (દુર્બળ-ખનીજો) છે જે તેના ઇલેકટ્રોનિક ઉપકરણો અને સંરક્ષણ માટે ઉપયોગી છે. તેથી ટેરિફ દૂર કરવો અનિવાર્ય છે. વળી ચીન દુનિયાની ત્રીજી લશ્કરી તાકાત છે. તે ટ્રમ્પ જાણે જ છે. માટે વિશ્લેષકો કહે છે કે તલવારને સૌ નમે છે.

