WORLD : ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો

0
15
meetarticle

અમેરિકા દ્વારા ઊંચા ટેરિફ અને સતત વૈશ્વિક અનિશ્ચિતતા છતાં છેલ્લા કેટલાક મહિનાથી દેશની એન્જિનિયરિંગ માલસામાનની નિકાસમાં નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા જોવા મળી રહી છે. 

ઉદ્યોગ સંસ્થા એન્જિનિયરિંગ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં એન્જિનિયરિંગ માલસામાનની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ રહી છે. 

જાન્યુઆરીમાં નિકાસ ૧૦.૪૦ ટકા વધી ૧૦.૪૦ અબજ ડોલર રહી છે જે ૨૦૨૫ના જાન્યુઆરીમાં ૯.૨૪ અબજ ડોલર રહી હતી. 

વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી જાન્યુઆરીમાં નિકાસ ૪.૫૨ ટકા વધી ૧૦૧.૧૩ અબજ ડોલર રહી છે જે ગયા વર્ષના સમાન ગાળામાં ૯૬.૭૬ અબજ ડોલર રહેવા પામી હતી. 

એન્જિનિયરિંગ માલસામાનના નિકાસકારો દ્વારા વૈશ્વિક સ્તરે અનેક પડકારોના કરાઈ રહેલા સામના વચ્ચે પણ નિકાસમાં પ્રોત્સાહક વધારો જોવા મળ્યો છે એમ કાઉન્સિલના એક ઉચ્ચ હોદ્દેદારે એક નિવેદનમાં જણાવ્યું હતું.કેટલાક મહત્વના દેશો તરફથી સ્થિર માગ ઉપરાંત પ્રોડકટ તથા બજારમાં વૈવિધ્યતાના વ્યૂહે નિકાસ વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

વર્તમાન નાણાં વર્ષમાં ભારતની એન્જિનિયરિંગ માલસામાનની નિકાસનો આંક ૧૨૦ અબજ ડોલરના આંકને પાર કરી જવાની તૈયારીમાં છે. 

ભારત તથા અમેરિકા વેપાર કરાર કરવાની નજીકમાં છે તેને જોતા આવનારા મહિનાઓમાં નિકાસ આઉટલુક મજબૂત જળવાઈ રહ્યું છે.

કરારને કારણે એન્જિનિયરિંગ નિકાસને ગતિ મળશે, જે તાજેતરમાં ઊંચા ટેરિફનો સામનો કરી રહી હતી. વેપાર કરારને કારણે ભારતના માલસામાન અમેરિકામાં સ્પર્ધાત્મક ભાવ મેળવી શકશે.

અમેરિકામાં ભારતના સ્ટીલ તથા એલ્યુમિનિયમ પરની ડયૂટી પણ હળવી થવાની ધારણાં રાખવામાં આવી રહી છે, જે દેશના નિકાસકારો માટે સાનુકૂૂળ સ્થિતિ બની રહેશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here