WORLD : ડાયનાસોરના અવશેષોની મદદથી તૈયાર કરાયેલા ચામડાની બેગની હરાજી થશે

0
19
meetarticle

વિશ્વના સૌથી ખતરનાક ડાયનાસોરના ચામડામાંથી બનેલા એક એન્ટિક હેંડબેગની હરાજી કરવામાં આવી રહી છે, આ બેગની શરૂઆતની કિંમત આશરે ૪.૬૩ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ દુર્લભ ગણાતી બેગને એમ્સ્ટર્ડમના આર્ટ ઝૂ મ્યૂઝિયમમાં પ્રદર્શની માટે રાખવામાં આવી છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આ મ્યૂઝિયમમાં પહોંચી રહ્યા છે. 

મ્યૂઝિયમમાં એક પાંજરામાં પથ્થર પર આ બેગને મુકવામાં આવી છે. ૧૧મી મે સુધી આ બેગને પ્રદર્શનીમાં રાખવામાં આવશે. જોકે આ બેગ સંપૂર્ણપણે ડાયનાસોરના ચામડામાંથી બનાવવામાં નથી આવી પરંતુ ડાયનાસોરના જે અંશો મળી આવ્યા હતા તેનો ઉપયોગ કરીને ચામડાનો લેબમાં વિકાસ કરવામાં આવ્યો હતો, વૈજ્ઞાાનિકોએ ટી-એક્સના જીવાશ્મોમાં બહુ જ જુના પ્રોટિનના નાના ટુકડા કર્યા હતા, આ ટુકડાને જેનેટિક એન્જિનિયરિંગની મદદથી એક અજ્ઞાાત પશુની કોશિકામાં નાખ્યું હતું, જેનાથી અંતે કોલેજન પ્રોટિન તૈયાર કરાયું હતું, જે બાદમાં ચામડામાં ફેરવાઇ ગયું હતું.ધ ઓર્ગેનાઇઝ્ડ કંપનીના સીઇઓ થોમસ મિશેલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં અનેક ટેક્નીકલ પડકારોનો સામનો કરવો પડયો હતો. ટાયરેનોસોરસ રેક્સ નામના ડાયનાસોરના અવશેષોની મદદથી આ વિશેષ બેગ તૈયાર કરવામાં આવી છે. હાડકાની અંદર જે કોલેજન મળી આવે છે. જ્યારે કોઇ નવું સાહસ પ્રથમ વખત કરવામાં આવે ત્યારે તેની ટીકા થાય તે પણ સ્વાભાવીક છે. આ બેગ માટે ચામડુ કેવી રીતે તૈયાર થયું તેને લઇને પણ કેટલાક અહેવાલ સામે આવ્યા છે. જે મુજબ ડાયનાસોરના હાડકામાંથી જે અવશેષો મળી આવ્યા બાદમાં તેને કોઇ અજાણ્યા પશુના સેલમાં નાખવામાં આવ્યા જેનાથી બાદમાં કોલેજન તૈયાર કરવામાં આવ્યું. જેને બાદમાં ચામડામાં ફેરવી નાખવામાં આવ્યું, એટલે નિષ્ણાતોનો દાવો છે કે આ પર્સ મૂળતો ડાયનાસોરના ચામડામાંથી જ તૈયાર થયું કહેવાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here