WORLD : દુનિયાભરમાં ઝૂમ, લિંક્ડઈન જેવી અનેક વેબસાઈટ કલાકો સુધી ઠપ

0
37
meetarticle

ક્લાઉડફ્લેર નામની વેબસાઈટ સર્વિસ પ્રોવાઈડર કંપનીની સિસ્ટમમાં ગરબડ સર્જાતા દુનિયાની કેટલીય એપ્સ ઠપ થઈ ગઈ હતી. સેંકડો યુઝર્સે એક્સ પ્લેટફોર્મમાં તેની ફરિયાદ કરી હતી. કંપનીએ પણ ગરબડની વાત સ્વીકારી હતી અને સર્વિસ ફરીથી યથાવત થઈ હોવાનું જણાવ્યું હતું.

ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ક્લાઉડફ્લેરના સર્વરમાં કંઈક ગરબડ સર્જાઈ હતી. આ કંપની દુનિયાની કેટલીય એપ્સને ક્લાઉડ, સર્વર અને ઈન્ટરનેટરની સર્વિસ આપે છે. તેના કારણે કંપનીના સર્વસમાં થયેલી ગરબડની અસર ગ્લોબલી ઘણી પોપ્યુલર એપ્સ પર પડી હતી. ખાસ તો લિંક્ડઈન, ઝૂમ, ગ્રો, ઝેરોધા, બુક માય શો, કેનવા જેવી ઘણી એપ્સ કલાકો સુધી ઠપ રહી હતી એવી ફરિયાદ યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં કરી હતી. એડનબર્ગનું એરપોર્ટ પણ ટેકનિકલ ગરબડ સર્જાતા થોડી કલાકો માટે બંધ કરવું પડયું હતું. જોકે, એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે તે અન્ય કારણથી બંધ થયું છે. ક્લાઉડક્લેરની સર્વિસના કારણે બંધ રાખવું પડયું નથી. જોકે, યુઝર્સે એરપોર્ટ બંધ રહેવા પાછળ આ કંપનીની સર્વિસને જ જવાબદાર ગણી હતી.ડાઉનટાઈમ ટ્રેકર્સ વેબસાઈટ ડાઉનડિટેક્ટરે પણ ઘણી વેબસાઈટ ઠપ થયાનું જણાવ્યું હતું. ક્લાઉડફ્લેરે આ અંગેની તપાસ કરી હતી. એ પછી કંપનીએ સેંકડો યુઝર્સની માફી માગી હતી અને કંપનીના સર્વરમાં એપીઆઈને લગતી ગરબડ થયાનું સ્વીકાર્યું હતું. કંપનીએ એ સાથે એવી પણ જાહેરાત કરી હતી કે તેમની ટીમે ક્ષતિને શોધીને સરખી કરી દીધી છે એટલે બધી જ એપ્સની સર્વિસ ફરીથી શરૂ થઈ ગઈ છે. આ કંપનીની સર્વિસમાં છેલ્લાં ત્રણ સપ્તાહમાં બીજી વખત આવી ગરબડ થઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here