WORLD : બેફામ બેરોજગારી યુએસમાં બેકારી ભથ્થાની અરજીમાં 22000નો વધારો

0
16
meetarticle

યુએસમાં બેકારી ભથ્થું મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્યામાં ગયા અઠવાડિયાની સરખામણીમાં ૨૨,૦૦૦નો વધારો નોંધાયો હતો. લેબર વિભાગના આંકડા અનુસાર ૩૧ જાન્યુઆરીએ પુરાં થતાં અઠવાડિયામાં આગલા અઠવાડિયાની સરખામણીમાં ૨૨,૦૦૦ અરજીઓ વધવાને કારણે કુલ ૨,૩૧,૦૦૦ અરજીઓ મળી હતી. જોબ માર્કેટની હાલતનો વાસ્તવિક અંદાજ બેકારી ભથ્થું મેળવવા માટે થતી અરજીઓની સંખ્યા પરથી આવે છે. ગયા અઠવાડિયે જ યુપીએસ, એમેઝોન અને વોશિંગ્ટન પોસ્ટ અખબારમાંથી મોટાપાયે છટણીઓ કરવામોં આવી હતી. બુધવારે અમેરિકાના અગ્રણી અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટમાંથી ત્રીજા ભાગના કર્મચારીઓની  છટણી કરવામાં આવી હતી. એમેઝોનના સ્થાપક જેફ બેઝોની માલિકીના આ અખબારમાં કેટલા લોકો કામ કરે છે તેના આંકડાઓ જાહેર ન કરાયા હોઇ કેટલાં લોકોની છટણી થઇ તે જાણી શકાય તેમ નથી. ગયા વર્ષથી ઉદ્યોગો દ્વારા સતત નોકરીઓમાં કાપ મુકવામાં આવી રહ્યા હોવાથી અમેરિકન્સમાં અર્થતંત્ર બાબતે નિરાશા વધી રહી છે. 

૨૦૨૫માં અમેરિકન અર્થતંત્રમાં માત્ર ૫,૮૪,૦૦૦ નોકરીઓ વધી હતી. તેની સરખામણીમાં  આગલાં વર્ષે ૨૦૨૪માં વીસ લાખ કરતાં વધારે નોકરીઓ ઉમેરાઇ હતી. જે  દર મહિને સરેરાશ ૧,૭૦,૦૦૦નોકરીઓનો વધારો સૂચવે છે. ૨૦૨૦માં  કોરોના મહામારીમાં જોબ માર્કેટ ખલાસ થઇ ગયું તે પછી ૨૦૨૫માં આ સૌથી ઓછો વાર્ષિક નોકરી વધારો જણાયો છે. ઓક્ટોબરમાં ૭૪ લાખ  નોકરીઓ હતી તેની સરખામણીમાં નવેમ્બરના અંતે ૭૧ લાખ નોકરીઓ જ ઉપલબ્ધ હતી. ગયા વર્ષે લેબર માર્કેટ સુધરે તે માટે ફેડરલ રિઝર્વ દ્વારા સતત ત્રણવાર તેના બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં પા પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે , છેલ્લા અઠવાડિયામાં યુએસ સેન્ટ્રલ બેન્કે તેના વ્યાજના દર અર્થતંત્ર સુધરી રહ્યું હોવાના કારણે લેબર માર્કેટ સ્થિર થઇ રહ્યું હોવાના કારણે યથાવત રાખ્યા હતા. લેબર માર્કેટના અહેવાલ અનુસાર છેલ્લા ચાર અઠવાડિયામાં બેકારી ભથ્થું મેળવવાની અરજીઓની સંખ્યામાં સરેરાશ ૬,૦૦૦ અરજીઓનો વધારો થયો હતો. પ્રમુખ ટ્રમ્પના ટેરિફ વધારાનો હાહાકાર અને ૨૦૨૨-૨૩માં મહામારીને કારણે વધેલા ફુગાવાને ઘટાડવા ફેડ દ્વારા વ્યાજના દરો વધારવામાં આવ્યા તેના કારણે અનિશ્ચિતતા વધવાને પગલે નોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

રિયલ-ટાઈમ એઆઈ કમ્પ્યુટિંગમાં હરણફાળ

બેન્ડેબલ એઆઈ ચિપ વેરેબલ ટેકનોલોજી સેક્ટરમાં ક્રાંતિ લાવશે

  • ડેટા અન્ય કમ્પ્યુટર પર ન મોકલતી આ ચિપ્સ હેલ્થકેર એપ્સના ડેટાની પ્રાઈવસીમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે

કેલિફોર્નિયા : વૈજ્ઞાનિકો એક નવા પ્રકારની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચિપ બનાવી રહ્યા છે. વાળી શકાય તેવી ચિપને વેરેબલ ટેકનોલોજી માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાજેતરના અહેવાલ મુજબ, કંપનીઓ ઈલેક્ટ્રોનિક્સ સેન્સર્સથી આગળ વધીને રીયલ-ટાઈમ એઆઈ કમ્પ્યુટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

રિસર્ચ મુજબ, ટેક કંપનીઓ કડક સિલિકોન વેફર્સની જગ્યાએ અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને બેન્ડેબલ ચિપ્સ બનાવી રહી છે. આ ચિપ્સનો ઉપયોગ સ્માર્ટ વોચ, હેલ્થ પેચ અને સ્માર્ટ કપડાંમાં કરવામાં આવશે. આ ચિપ્સ દૂર રાખવામાં આવેલા કમ્પ્યુટર પર ડેટા મોકલવાને બદલે સીધા શરીર પર ડેટાનું એઆઈ વિશ્લેષણ કરશે. જેથી વ્યક્તિના હેલ્થ ડેટા સુરક્ષિત રહેશે.

સ્ટડી મુજબ, આ ચિપ પાતળા-ફિલ્મ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરે છે. તેને એવી રીતે ગોઠવવામાં આવે છે કે, તે મેકેનિકલ સ્ટ્રેસ દરમિયાન પણ યોગ્ય કાર્ય કરી શકે છે. આ ચિપ હેલ્થકેર એપ્લિકેશનોની એઆઈ સિસ્ટમ્સમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ચિપ હાર્ટની રિધમ, મસલ મૂવમેન્ટ વગેરે જેવા ડેટાનું વિશ્લેષણ કરી શકે છે. તે અન્ય ક્લાઉડ સાથે કનેક્ટ થયા વિના વ્યક્તિને ચેતવણી આપી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here