WORLD : ભારત પર અમેરિકાના ટેરિફથી સાઉથ એશિયાનો વૃદ્ધિદર ઘટશે

0
35
meetarticle

વર્લ્ડ બેન્કે પણ હવે અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફને લઈને ચેતવણી આપી છે. વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે ભારતમાં તો વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારી ખર્ચાના લીધે ટેરિફની અસર નહીં વર્તાય, પરંતુ ૨૦૨૬માં આ અસર વર્તાશે. વર્લ્ડ બેન્કનો દાવો છે કે દક્ષિણ એશિયાનો વૃદ્ધિદર ૨૦૨૬ માટે ૬.૬ ટકા અંદાજાયો હતો, જે ટેરિફના કારણે ઘટીને ૫.૮ ટકા થઈ જશે તેમ મનાય છે. 

વર્લ્ડ બેન્કેના આર્થિક અંદાજમાં દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને માલદિવ્સનો સમાવેશ થાય છે. વર્લ્ડ બેન્કે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ૨૦૨૬ની અસરો તા આગામી વર્ષે જ વર્તાશે, પરંતુ ટ્રમ્પ તંત્ર કોઈપણ રીતે ભારત પર ટેરિફ ચાલુ રાખવા મક્કમ છે તે જોતાં ભારતને આગામી નાણાકીય વર્ષમાં ચોક્કસ ફટકો પડશે. 

આ પહેલા વર્લ્ડ બેનકે માર્ચ ૨૦૨૬માં પૂરા થતાં નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર ૬.૫ ટકાથી ઘટાડીને ૬.૩ ટકા કર્યો છે.   આ અંદાજ ઘટાડવાનું કારણ ટ્રમ્પે નાખેલો ટેરિફ છે. 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારતમાંથી અમેરિકામાં થતી અડધા ઉપરાંતની નિકાસ પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે. અમેરિકાએ તેના કોઈપણ ટ્રેડિંગ પાર્ટનર પર નાખેલો આ સૌથી વધુ ટેરિફ છે. આ પગલાંના લીધે ભારતથી અમેરિકા જતી ૫૦ અબજ ડોલરની નિકાસ પર અસર પડી છે. તેના કારણે શ્રમિકલક્ષી ક્ષેત્રો જેવા કે ટેક્સ્ટાઇલ્સ, હીરા-ઝવેરાત અને શ્રીમ્પ ઉદ્યોગ પર અસર પડી છે.

ભારતમાં આ ટેરિફની અસર ખાળવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ ગયા મહિને જીએસટી રિફોર્મ્સ-ટુ લોન્ચ કર્યા હતા. ભારતીય ટેક્સ સિસ્ટમ્સને ૨૦૧૭માં લોન્ચ કરવામાં આવ્યા પછીનો આ સૌથી મોટો ફેરફાર છે. આ ઉપરાંત ભારતે ઇન્ફ્રાસ્ટ્રકચર પર મોટાપાયા પર ખર્ચ કરવાનું જારી રાખ્યો છે.

ટ્રમ્પનો મધ્યમ અને ભારે ટ્રકો પર 25 ટકા ટેરિફ

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યમ અને ભારે ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ તો આ ટેરિફ પહેલી ઓક્ટોબરથી લગાવવા ઇચ્છતા હતા, પરંતુ ઉદ્યોગના અધિકારીઓએ ખર્ચ, પુરવઠા શ્રૃંખલા અને હરીફાઈને લઈને અનેક ચિંતા વ્યક્ત કરતાં તે હવે પહેલી નવેમ્બરથી અમલમાં આવશે. ટ્રમ્પે સોમવારે આ જાહેરાત કરી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે કે આ પગલું વિદેશી હરીફાઈથી અમેરિકન ઉત્પાદકોને બચાવવા માટે લગાવવામાં આવ્યું છે.આ પગલું સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરુ પાડશે તેમ તેણે જણાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે આપણા મજૂરોનું રક્ષણ કરવા માટે ટેરિફ જરૂરી છે. આપણે વિદેશી ડમ્પિંગ અને અયોગ્ય પ્રણાલિઓ દ્વારા આપણા ઉદ્યોગોને નબળા થતાં જોઈ નહીં શકીએ. તેનો હેતુ સ્થાનિક ટ્રક ઉત્પાદકોને સમર્થન પૂરુ પાડવાનો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here