WORLD : મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ઈરાન સમર્થક દેશમાં રાષ્ટ્રપતિ બદલાયા, સંકટગ્રસ્ત દેશનું સંભાળશે સુકાન

0
3
meetarticle

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ઈરાન સમર્થક દેશમાં રાષ્ટ્રપતિ બદલાયા છે, જેમાં ઇરાક સંસદમાં યોજાયેલા મતદાનમાં ‘પેટ્રિયોટિક યુનિયન ઓફ કુર્દીસ્તાન’ પાર્ટીના નેતા નિઝાર અમીદીને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે. આ ચૂંટણી સંસદીય ચૂંટણીના પાંચ મહિના પછી થઈ હતી, જેમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. ઉત્તરી ઇરાકના દોહુક પ્રાંતમાં જન્મેલા એન્જિનિયર અમીદીએ મતદાનના બીજા રાઉન્ડમાં 227 મત મેળવીને વિજય મેળવ્યો છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ઈરાન સમર્થક દેશમાં રાષ્ટ્રપતિ બદલાયા

અમીદીએ તેમના હરીફ ઉમેદવારો ફુઆદ હુસૈન અને મુથન્ના અમીન નાદેરને ભારી મતોથી હરાવ્યા. આ મતદાન બંધારણીય સમય મર્યાદાના બે મહિના પછી થયું, જેના પછી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હવે આગામી 15 દિવસમાં સૌથી મોટા સંસદીય જૂથના ઉમેદવારને સરકાર બનાવવા અને વડાપ્રધાન પદ સંભાળવા માટે આમંત્રિત કરશે.હાલના સમયે ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે તેલ નિકાસ ઠપ થતા અને હુમલાના પગલે ઇરાક આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. 

ઈરાન-અમેરિકા યુદ્ધની ઇરાકને ગંભીર અસર

નિઝાર અમીદીની નિમણૂક ખૂબ જ સંવેદનશીલ સમયે થઈ છે, કારણ કે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ-ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષની ઇરાક પર અસર વર્તાઈ રહી છે. ઈરાન સમર્થિત લશ્કરોએ યુએસ બેઝ પર હુમલા શરૂ કર્યા છે. જેમાં યુએસ અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં ઇરાકના સૈનિકોના મોત થયા છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વધતા આ તણાવ વચ્ચે ઇરાકની તેલ નિકાસ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.

નિઝાર અમીદી રાજકારણના અનુભવી નેતા

વ્યવસાયે એન્જિનિયર નિઝાર અમીદી રાજકારણના અનુભવી નેતા છે. તેમણે અગાઉ ઇરાકના બે પૂર્વ રાષ્ટ્રપતિ જલાલ તલાબાની અને ફુઆદ માસુમના સહાયક તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. અમીદીએ પહેલા રાઉન્ડથી જ 208 મત મેળવીને પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી હતી, ત્યારબાદ બીજા રાઉન્ડમાં સરળ બહુમતીના શાસને તેમની જીત પર મહોર લગાવી હતી.વડાપ્રધાન પદ અંગે સસ્પેન્સ

ઇરાકમાં પરંપરા મુજબ, રાષ્ટ્રપતિનું પદ કુર્દ, વડાપ્રધાન પદ શિયા અને સ્પીકર પદ સુન્ની સમુદાય પાસે રહે છે. હવે બધાની નજર વડાપ્રધાન પદ માટે નામાંકન પર ટકી છે. ઈરાન સમર્થિત ‘શિયા કોઓર્ડિનેશન ફ્રેમવર્ક’એ નૂરી અલ-મલિકીનું નામ આગળ મૂક્યું છે, જેનો વોશિંગ્ટન વિરોધ કરી રહ્યું છે. હવે રાષ્ટ્રપતિે નક્કી કરવાનું છે કે, અલ-મલિકીને સરકાર બનાવવાની તક આપવી કે નવો ચહેરો સામે આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here