WORLD : શટડાઉનથી અમેરિકાને દર સપ્તાહે 15 અબજ ડોલરનો ફટકો પડશે

0
57
meetarticle

અમેરિકામાં ચાલતા શટડાઉનને લઈને વ્હાઇટ હાઉસના અર્થશાસ્ત્રીઓએ પોલિટિકોના રિપોર્ટમાં દાવો કર્યો છે કે શટડાઉનના કારણે અમેરિકાને દર સપ્તાહે ૧૫ અબજ ડોલરનો ફટકો પડી શકે છે. જ્યારે અર્ન્સ્ટ એન્ડ યંગ મુજબ શટડાઉનના કારણે સાત અબજ ડોલર સુધીનો ફટકો પડી શકે છે. આના પગલે વર્તમાન શટડાઉન અમેરિકાના ઇતિહાસનું સૌથી મોંઘુ શટડાઉન નીવડશે તો આશ્ચર્ય નહીં થાય. 

આમ શટડાઉનના પગલે અમેરિકન અર્થતંત્રમાં વૃદ્ધિદર ઘટાડા તરફી જવા લાગ્યો છે. અમેરિકાના શટડાઉન ફક્ત મોંઘા જ થઈ ગયા નથી, પણ લાંબા પણ થઈ ગયા છે. હાઉસ હિસ્ટોરિયનના સત્તાવાર રેકોર્ડ મુજબ ૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં શટડાઉન એક કે બે દિવસ ચાલતા હતા. તેના પછી ૧૯૯૦નો દાયકો આવતા-આવતા આ શટડાઉન અઠવાડિયાઓ સુધી લંબાવવા લાગ્યા. ૧૯૯૫-૬માં થયેલું શટડાઉન તો ૨૧ દિવસ ચાલ્યુ, તે સમયનું તે સૌથી લાંબો સમય ચાલેલું શટડાઉન હતું. જ્યારે ૨૦૧૬નું શટડાઉન ૧૬ દિવસ ચાલ્યું અને ૨૦૧૮-૧૯નું શટડાઉન બમણું થઈ ૩૪ દિવસ સુધી ખેંચાઈ ગયું. આમ શટડાઉન એક સમયે બહુ નાની વાત માનવામાં આવતી હતી જે આજે મસમોટી રાજકીય અથડામણ અને મોંઘા તથા મહાકાય  અવરોધનું સ્વરૂપ લઈ ચૂકી છે. ૨૦૧૯ના કાયદા પછી ફેડરલ કર્મચારીઓને બેક-પે મળી જાય છે, પરંતુ તેમનું વેતન રોકાતા ટૂંકાગાળા માટે વપરાશ પર અસર પડે છે. આ ઉપરાંત ઘણા નુકસાન એવા હોય છે જે રિકવર કરી શકાતા નથી. તેમાં રદ કરવામાં આવેલી યાત્રા, મિસ થયેલા કોન્ટ્રાક્ટ, અટકેલી પરમિટ અને વિલંબિત રોકાણોનો સમાવેશ થાય છે. 

ફેડરલ એજન્સીઓએ જણાવ્યું હતું કે ૨૦૧૩ના શટડાઉનમાં તેમને ફીથી થતી આવકમાં ઘટાડો થયો હતો. જુદા-જુદા ઉદ્યોગો પર અસર પડી હતી. અબજો ડોલરની ગ્રાન્ટ અને લોન અટકી ગયા હતા. કેટલાય ઉદ્યોગોના કામકાજ થંભી ગયા હતા. ટ્રમ્પે આ શટડાઉનનો ઉપયોગ તેની તરફેણમાં કરવાનું જારી રાખતાં શિકાગોના ૨.૧ અબજ ડોલરના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ અટકાવ્યા હતા.આ પહેલા ટ્રમ્પ ન્યૂયોર્કમાં ૧૮ અબજ ડોલરના અને ડેમોક્રેટ્સના રાજ્યોમાં ૮ અબજ ડોલરના ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ અટકાવી ચૂક્યા છે. આમ ટ્રમ્પે વધુ એક ડેમોક્રેટ્સ રાજ્યોને ફટકો માર્યો હતો. શટડાઉનના પગલે ટ્રમ્પ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થયા છે અને આના માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here