AHMEDABAD : વર્ષો જુની પાણીની લાઈન બદલાતી નથી, અમદાવાદ પૂર્વના ૨૬ સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ

0
115
meetarticle

અમદાવાદના મધ્યઝોનમાં આવેલા ખાડીયા,જમાલપુર અને દરિયાપુર ઉપરાંત પૂર્વમાં આવેલા ગોમતીપુર તથા દક્ષિણઝોનમાં આવેલા બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડના ૨૬ સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહીનામાં ઝાડા ઉલટી , કમળા ઉપરાંત ટાઈફોઈડ અને કોલેરાના મળી કુલ ૧૩૮૫ કેસ  શહેરના વિવિધ વિસ્તારમાં  નોંધાયા હતા.કોર્પોરેશનના સર્વે પછી આ તમામ વોર્ડને હાઈરીસ્ક ઝોનમાં મુકવામા આવ્યા છે.આ વિસ્તારોમાં વર્ષો જુની પાણીની લાઈન બદલાતી નહીં હોવાથી લીકેજીસના કારણે લોકો પ્રદૂષિત પાણી પીતા હોવાથી પાણીજન્ય રોગના કેસ વધતા હોવાનુ કારણ આગળ કરાઈ રહયુ છે.

ઓગસ્ટ મહીનામાં શહેરમાં ઝાડા ઉલટીના ૩૭૮, કમળાના ૫૦૮ અને ટાઈફોઈડના ૪૮૯ ઉપરાંત કોલેરાના ૧૦ કેસ નોંધાયા હતા.વટવામાં બે,રામોલ-હાથીજણ વોર્ડમાં બે, સરખેજ, બહેરામપુરા, શાહીબાગ તેમજ મકતમપુરા,વસ્ત્રાલ અને ચાંદલોડીયા વોર્ડમાં કોલેરાનો એક એક કેસ નોંધાયો હતો.હેલ્થ વિભાગ દ્વારા આ તમામ વોર્ડમાં સર્વે પછી એવો દાવો કરાયો છે કે, આ તમામ વોર્ડમાં મોટા ભાગે ચાલી અને શ્રમિક વસાહતો આવેલી છે.જયાં સાંકડી જગ્યા હોવાના કારણે નવી પાણીની લાઈન નાંખી શકાતી નથી.અલગ અલગ સ્પોટ ઉપર પાણીની લાઈન લીકેજ હોવાના કારણે પાણીજન્ય રોગના કેસ વધ્યા છે.હાઈરીસ્ક ઝોનમાં આવેલા સ્પોટ ખાતે પાણીની લાઈન તાકીદે બદલવા ઈજનેર વિભાગને હેલ્થ વિભાગ દ્વારા લેખિત જાણ કરાઈ છે.

કોર્પોરેશન દ્વારા અપાતુ પાણી જ પીવાલાયક નહીં

ઓગસ્ટ મહીનામાં વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામા આવતા પાણીના ૬૪૩૯ સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી ૧૦૨ સેમ્પલ પીવા લાયક નહતા.કલોરીન ટેસ્ટ માટે ૪૫૨૬૨ સેમ્પલ પાણીના લેવાયા હતા. આ પૈકી ૨૮ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.

ફોગીંગ પાછળ કરોડોનો ખર્ચ છતાં ડેન્ગ્યૂના ૩૮૫,મેલેરિયાના ૧૯૦ કેસ

શહેરના ૪૮ વોર્ડમાં મચ્છરજન્ય રોગના કેસ નિયંત્રિત કરવા દર વર્ષે ચોમાસામાં કોર્પોરેશન કરોડો રૃપિયાનો ખર્ચ કરે છે. આમ છતાં ઓગસ્ટ મહીનામાં ડેન્ગ્યૂના ૩૮૫ અને મેલેરિયાના ૧૯૦ કેસ નોંધાયા હતા. ઉપરાંત ઝેરી મેલેરિયાના ૫૦ તથા ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં ડેન્ગ્યૂ-મેલેરિયાના પાંચ વર્ષમાં નોંધાયેલા કેસ

વર્ષ    ડેન્ગ્યૂ       મોત    મેલેરિયા   મોત

૨૦૨૦ ૧૫૬૪     ૦૨     ૪૭૭૧      ૦૧

૨૦૨૧ ૧૦૯૮૩     ૧૪     ૪૯૨૧     —

૨૦૨૨ ૬૬૮૨     ૦૭     ૪૭૮૫       —

૨૦૨૩ ૭૨૨૨   ૦૭       ૪૩૧૧        ૦૧

૨૦૨૪ ૨૨૭૫    ૦૩     ૯૨૪           —

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here