GUJARAT : વાગડના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ ગુજરાત દલિત સમાજના આસ્થાનું કેન્દ્ર સંતશ્રી ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડના સંચાલક તરીકે યુવા આગેવાન અશોકભાઈ રાઠોડની નિમણૂક કરાઈ

0
135
meetarticle

વાગડનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ગુજરાત દલિત સમાજ આસ્થાનું કેન્દ્ર સંત ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડના ટ્રસ્ટના સંચાલન બાબતે છેલ્લા વર્ષોથી સમયથી વિવાદ ચાલતો હતો જે તારીખ, ૩૧-૭-૨૦૨૫ ના રોજ સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડની આગેવાની હેઠળ સમગ્ર કચ્છ વાગડ સહિત ગુજરાતભરના દલિત સમાજ ના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થ‌ઈ આ જગ્યા ખાતે પરંપરાગત રીતે સમાજની સભા યોજાઈ જેમાં જગ્યાની હાલની પરિસ્થિતિને જોતા એવું જણાઈ આવેલ કે હાલે જે જગ્યાનું સંચાલન કરી રહેલ છે તે વ્યક્તિઓ દ્રારા સમાજની દાયકાઓથી ચાલી આવતી પરંપરાનુ ઉલંઘન કરેલ છે

તેમજ એમનુ સંચાલન યોગ્ય ના લાગતા અને સામાન્ય સભા પહેલા હાલના બની બેઠેલા સંચાલક જગ્યા છોડીને નાસી છુટેલ અને સમાજની અવહેલના કરેલ તેમજ જગ્યાની બદનામી થાય તેવા કૃત્યો કરેલ એમની સંચાલન ની મુદત પુર્ણ થતા કોઈને જાણ કે મીટીંગ કર્યા વગર પોતાના મળતિયાઓને ટ્રસ્ટી બનાવી બારોબર ફરીથી જગ્યાનો વહિવટ લેવા પ્રયત્ન કરેલ જેથી આજે મળેલી સામાન્ય સભામાં સમાજના આગેવાનો અને હાજર ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ કરી નવા ટ્રસ્ટીઓ તેમજ સંચાલક ની નિમણૂકી કરેલ જેમાં સર્વ સંમતિથી અને સમાજના લોકોની માગણી અને લાગણીને ધ્યાને રાખીને જગ્યાના નવા સંચાલક તરિકે અશોકભાઈ રાઠોડની નિમણૂક કરાઈ હતી અને આજથી જ આ જગ્યાનુ સંચાલન સમાજની હાજરીમાં નવા નિમાયેલા ટ્રસ્ટીઓ એ સંભાળ્યુ હતું અને સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે જગ્યાના નવા ટ્રસ્ટીઓ તેમજ સંચાલકનો રજીસ્ટાર કચેરીએ ફેરફાર રિપોર્ટ રજૂ કરવો તેમજ જે જગ્યા છોડીને ગયેલ પહેલાના સંચાલકે જગ્યાની તમામ સાધન સંસાધનો તેમજ ચીજ વસ્તુઓ અને ચાવીઓ સમાજ અને નવા નિમાયેલા ટ્રસ્ટીઓ તેમજ સરકારી શ્રી ના આધિકારીક અધિકારી ની સાક્ષીએ દિવસ સાત ની અંદર તમામ વહિવટ સુપ્રત કરવો અન્યાય કાયદેસર ની કાર્યવાહી કરવામા આવશે આજની સામાન્ય સભામાં રાપર ભચાઉ તાલુકા સહિત સમગ્ર કચ્છ ગુજરાત ના આજના આગેવાનો તેમજ ચિત્રોડ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here