પોરબંદરમાં પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ તેમજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વનાં ગુણોનો વિકાસ થાય તે માટેની પહેલ કરી હતી.યુવા સંસદ કાર્યક્રમ નિહાળ્યા બાદ રાજ્ય સભાનાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ વિદ્યાર્થીઓને સંસદના પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કર્યાં હતા અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો ખીલે અને ઉત્સાહ તેમજ આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે વિવિધ બાબતોની વિદ્યાર્થીઓને સમજ આપી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો. ચેતનાબેન તિવારીએ પણ પ્રેરણારૂપી પ્રવચન પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે વિદ્યાલયના શિક્ષક કે એસ યાદવ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
રાજ્ય સભાનાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ડો. ચેતનાબેન તિવારીએ વિદ્યાલયના ભોજનાલયની મુલાકાત દીધી હતી, અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. અને ઓમબીર યાદવ તથા ડો. કૃપાલભાઈ તરફથી આ કાર્યક્રમની પૂર્વ તૈયારી તેમજ સંચાલન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સભાનાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયા તેમજ પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો. ચેતનાબેન તિવારી સાથે તાલુકા કો-ઓરડીનેટર રેડ ક્રોસ સોસાયટી અને ગ્રીન પોરબંદર શ્રી ધર્મેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

