AHMEDABAD : દાણીલીમડામાં રિક્ષામાં યુવકના ગળે છરી મૂકી ૨૦ હજારની લૂંટ

0
89
meetarticle

પૂર્વ વિસ્તારમાં શટલ રિક્ષામાં પેસેન્જર બેસાડીને છરી બતાવીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે, ત્રણ દિવ પહેલા ઘાટલોડિયામાં રહેતો યુવકને રિક્ષામાં બેસાડીને રિક્ષા અને તેના સાગરિતોએ ગળા ઉપર છરી મૂકીને તારી પાસે જેટલા રૃપિયા હોય તે આપી કહીને ડરાવ્યા બાદ રોકડા રૃા. ૨,૦૦૦ પડાવ્યા બાદ તેનો મોબાઇલ પડાવીને મોબાઇલની દુકાને લઇને જઇને ઓન લાઇન રૃા. ૧૮,૦૦૦ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે રૃા. ૨૦,૦૦૦ લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઘાટલોડિયામાં રહેતા અને ફર્નીચરનું કામ કરતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક અને તેના સાગરિતો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ફર્નીચરનું કામ પુરુ કરીને તા. ૨૩ના રોજ ફતેવાડીથી રિક્ષામાં બેસીને ગુપ્તાનગર સુધી આવ્યો હતો ત્યાંથી બીજી રિક્ષામાં બેસીને થલતેજ જવાનું હતું જો કે યુવકે રસ્તો દેખ્યો ન હોવાથી રિક્ષા ચાલક વિવિધ સ્થળે ફેરવીને નારોલ સર્કલ તરફ લઇ ગયો હતો અને રસ્તામાં રિક્ષા દાણીલીમડા વિસ્તારમાં કાશીરામ ચાર રસ્તા પાસે ઉભી રાખી હતી.

ત્યારબાદ રિક્ષામાં બેઠેલા અન્ય શખ્સે યુવકના ગળા ઉપર છરી મૂકીને તારી પાસે જેટલા રૃપિયા હોય તે આપી કહીને ડરાવ્યા બાદ રોકડા રૃા. ૨,૦૦૦ પડાવ્યા બાદ તેનો મોબાઇલ પડાવીને કાશીરામ ચાર રસ્તાથી અંદરની બાજુએ મોબાઇલની દુકાને લઇને જઇને ઓન લાઇન રૃા. ૧૮,૦૦૦ કઢાવીને લૂંટી લીધા હતા. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે રૃા. ૨૦,૦૦૦ લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here