એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ વિશ્વના દેશો પ્રયત્ન કરી રહ્યા છે કે આ બંને દેશો હથિયાર હેઠા મૂકીને શાંતિ સ્થાપના કરે. એવામાં હવે યુક્રેનના લીડરે રશિયા વિશે કઈક એવું નિવેદન આપી દીધું છે કે યુદ્ધ વધારે જલદ થવાના અણસાર લાગી રહ્યા છે.
ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું
આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે એક સમયના મિત્ર દેશો એવા રશિયા અને અમેરિકા વચ્ચે હાલ માથાકૂટનો માહોલ ચાલી રહ્યો છે. રશિયા સાથે ચકમક થયા બાદ જગત જમાદાર અમેરિકાએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હવે યુક્રેનના પડખે ઊભા રહેવાનું નક્કી કર્યું છે. ત્યારે આજ બાબતનું પીઠબળ હવે ઝેલેન્સકીને પણ અનુભવાઈ રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નિવેદન આપતા કહ્યું કે રશિયા હવે યુદ્ધવિરામ ઇચ્છે છે અને તે યુદ્ધ રોકવા માટે વધુ તૈયાર લાગે છે.


