Friday, May 3, 2024
Homeઅયોધ્યા : મધ્યસ્થતાથી અયોધ્યા વિવાદનું સમાધાન કરાશે, સુપ્રીમ કોર્ટે શ્રીશ્રી રવિશંકર...
Array

અયોધ્યા : મધ્યસ્થતાથી અયોધ્યા વિવાદનું સમાધાન કરાશે, સુપ્રીમ કોર્ટે શ્રીશ્રી રવિશંકર સહિત 3 નામ પસંદ કર્યા

- Advertisement -

નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યસ્થને સોંપી દીધો છે. મધ્યસ્થતાની કાર્યવાહી ફૈઝાબાદથી થશે. જસ્ટિસ ખલીફુલ્લા મધ્યસ્થતા પેનલની અધ્યક્ષતા કરશે. આ પેનલમાં શ્રીશ્રી રવિશંકર અને વકીલ શ્રીરામ પંચૂ પણ હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પેનલ એક સપ્તાહમાં મધ્યસ્થતાની મદદથી વિવાદના ઉકેલનો પ્રયાસ શરૂ કરે. ચાર અઠવાડીયામાં પક્ષકારો વચ્ચે મધ્યસ્થતાની સ્થિતિને લઈને પ્રગતિ રિપોર્ટ દાખલ કરે અને આઠ સપ્તાહમાં મધ્યસ્થતાની પ્રક્રિયા ખતમ થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર પાંચ જજની બેંચમાં સુનાવણી થઈ રહી છે. બેંચમાં પાંચ જજ- ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.

‘અતિત પર નિયંત્રણ નહીં’: ગત સુનાવણીમાં જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, “અમે ઈતિહાસ વાંચ્યો છે. ભૂતકાળમાં જે થઈ ગયું છે તેના પર આપણું કોઈ જ નિયંત્રણ નથી. તેઓએ કહ્યું હતું કે એક વખત મધ્યસ્થતાની પ્રક્રિયા શરૂ થયાં બાદ તેની રિપોર્ટિંગ ન કરવી જોઈએ.” જ્યારે કે જસ્ટિસ ચંદ્રચૂડ માને છે કે એક વખત મધ્યસ્થતા શરૂ થઈ જાય છે તો તે બાદ આપણે કોઈ વસ્તુને બાંધી ન શકીએ. બંધારણીય બેંચે તમામ પક્ષકારોને મધ્યસ્થતા પેનલ માટે નામ આપવા કહ્યું હતું કે જેથી જલદીથી આદેશ પસાર કરી શકાય.

હિંદુ મહાસભાએ 3 નામની ભલામણ કરી હતી

 આ પહેલાં 26 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પોતાની દેખરેખ હેઠળ મધ્યસ્થ માટે વિવાદનું સમાધાન કાઢવા પર સહમતી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે એક ટકા પણ જો શક્યતા હોય તો મધ્યસ્થીથી મામલાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અખિલ ભારતીય હિંદુ મહાસભાએ મધ્યસ્થતા માટે સુપ્રીમ કોર્ટને બુધવારે ત્રણ નામની ભલામણ કરી હતી. જેમાં પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ જેએસ ખેહર અને પૂર્વ જસ્ટિસ એકે પટનાયકના નામ આપ્યાં હતા.

બાબરે જે કર્યું, તેને બદલાવી ન શકાય- જસ્ટિસ બોબડે

બુધવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, “આ મગજ, દિલ અને સંબંધોને સુધારવાનો પ્રયાસ છે. અમે મામલાની ગંભીરતાને લઈને સચેત છીએ. અમે જાણીએ છીએ કે આની શું અસર થશે. અમે ઈતિહાસ પણ જાણીએ છીએ. અમે તમને જણાવવા માગીએ છીએ કે બાબરે જે કર્યું તેના પર આપણું નિયંત્રણ હતું. તેને કોઈ જ બદલી ન શકે. આપણી ચિંતા માત્ર વિવાદના ઉકેલ માટેની છે. જેને આપણે જરૂરથી ઉકેલી શકીએ છીએ.”

14 અપીલો પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

 સુપ્રીમ કોર્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના નિર્ણય વિરૂદ્ધ દાખલ 14 અપીલો પર થઈ રહી છે. કોર્ટે સુનાવણીમાં કેન્દ્રની તે અરજીને પણ સામેલ કરી છે જેમાં સરકારે ગેર વિવાદિત જમીનને તેમના માલિકોને પરત આપવાની માગ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular