ભરૂચ: દહેજમાં ટેન્કર અડફેટમાં આવતા ૧૬ વર્ષીય કિશોરનું કરુણ મોત

0
54
meetarticle

વાગરા તાલુકાના દહેજ ખાતે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટેન્કરે મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર ૧૬ વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો છે.


મળતી માહિતી મુજબ, ગતરોજ દહેજના ટાવર ફળિયામાં રહેતા સંજયભાઈ વાળંદ તેમના સાઢુના દીકરા હિમાંશુ (ઉ.વ. ૧૬) સાથે મોટરસાયકલ પર નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો લઈને પરત ફરતી વખતે એક ટેન્કરે તેમની મોટરસાયકલને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે મોટરસાયકલ પર સવાર માસા-ભાણેજ બંને નીચે પટકાયા હતા. દુર્ભાગ્યવશ, હિમાંશુ ટેન્કરના વ્હીલ નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું માથું છુંદાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઘટના બાદ ટેન્કર ચાલક ઘટનાસ્થળે વાહન મૂકીને નાસી ગયો હતો. હાલ દહેજ પોલીસે આ મામલે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here