ભરૂચની શ્રીમતી વી.કે. ઝવેરી સાધના વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ૬૯મી અખિલ ભારતીય જિલ્લા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જુડો, કુસ્તી, કુરાસ અને વેઇટ લિફ્ટિંગ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈને વિદ્યાર્થીઓએ કુલ ૨૫ ગોલ્ડ, ૧૬ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે.

આ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ, મંત્રી, ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો અને કોચ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

