સુરત : મિલમાં ડ્રમવોશર ફાટવાની ઘટનામાં મૃતાંક પાંચ થયો, મહિલાઓએ ચક્કાજામ કર્યો

0
60
meetarticle

સુરત જિલ્લાના પલસાણામાં સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા મહિલા સહિત વધુ બે લોકોના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થતાં આ ઘટનામાં મૃતાંક પાંચ પર પહોંચ્યો છે. ઉધના ખાતે આવેલી ખાનગી હોસ્પિટલની બહાર જ મૃતકોના પરિવારજનોએ આર્થિક વળતરની માંગ સાથે વિરોધ કર્યો હતો. રોડ પર બેસી ચક્કાજામ સર્જ્યો હતો.


સલાબતપૂરા અને પલસાણા પોલીસે સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, અંતે વળતરની માંગ સ્વીકારાતા મામલો થાળે પડ્યો હતો, બાદમાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં 1 સપ્ટેમ્બર રોજ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનામાં દાઝી ગયેલા 11 જેટલાને સુરતના ઉધના વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા એક પ્રિયંકાદેવી નામની 36 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે આજે ગંભીર રીતે દાઝેલા 35 વર્ષીય જોગેન્દ્ર મુનિલાલ પ્રજાપતિ (મૂળ ઝોનપુર, યુપી, હાલ રાધે કિષ્ના સોસાયટી, બમરોલી રોડ, પાંડેસરા, સુરત) અને 28 વર્ષીય પ્રીતિ નાગેન્દ્ર સિંહ (રહે. અંબા કોમ્પલેક્ષ, તાતીથૈયા ગામ, કડોદરા, સુરત)નું સારવાર દરમિયાન રવિવારે મોત નિપજ્યું છે.


આજે એક જ દિવસમાં બેના મોત થતા પરિવારજનો દ્વારા આર્થિક વળતરની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલની બહાર મહિલાઓએ સાંકળ રચીને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક સલાબતપૂરા થતાં પલસાણા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પરિવારના ગીતાસિંગે જણાવ્યું હતું કે, આજે સાત દિવસ થઈ ગયા છતાં પણ સંતોષ મિલના માલિક અહીં એક પણ દર્દીને જોવા માટે આવ્યા નથી. જ્યારે રસ્તોજામ કરવામાં આવ્યો ત્યારે હવે પોલીસ આવી છે અને ‘બોડી લઈને જાવ, અમે ન્યાય અપાવીશું’ એવું કહી રહ્યા છે. ‘ગરીબને પણ ન્યાય જોઈએ છે. શેઠ આવે અને તેની પત્નીની માગ પૂરી કરે તે જ અમારી માગ છે,’ એમ જણાવ્યું. અંતે વળતરની માંગ સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો, બાદમાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.પરિવારના જણાવ્યા અનુસાર, મિલના સંચાલકો દ્વારા 50 હજાર રોકડ આપવામાં આવ્યા છે અને બાકીના ચાર લાખનો ચેક આપશે. આ ઉપરાંત ઈન્સ્યોરન્સના 15 લાખ અપાવવા ખાતરી આપી છે. ઉપરાંત મૃતક જોગેન્દ્રને સંતાનમાં એક પુત્રના અભ્યાસનો ખર્ચ પણ આપવાનો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આગના બનાવને મામલે ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગે સંતોષ મિલને ક્લોઝર ફટકાર્યું હતું અને સ્થળ તપાસ પણ કરી હતી. રિપોર્ટ આવવાનો બાકી છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here