Saturday, April 27, 2024
Homeઅમદાવાદના રાજપથ ક્લબની લાખો રૂપિયાની 38 મેમ્બરશિપ બારોબાર વેચાઈ
Array

અમદાવાદના રાજપથ ક્લબની લાખો રૂપિયાની 38 મેમ્બરશિપ બારોબાર વેચાઈ

- Advertisement -

અમદાવાદ: રાજપથ કલબની બોર્ડ મિટીંગમાં સભ્યોની મેમ્બરશીપ વેચી મારવાનું કૌભાંડ સોમવારે બહાર આવતા જ કમિટીમાં હોબાળો મચી ગયો હતો. વેચાણ, કેન્સલ અને મરણ થયેલા સભ્યોના ખોટા પુરાવા ઉભા કરી મેમ્બરશીપ વેચી લાખોની કમાણી કરાતી હતી. અત્યાર સુધીમાં 38 મેમ્બરશીપ વેચી મરાઇ છે. આશ્ચર્યની વાત એ છે કે મેમ્બરશીપના લેટર પર બે ડિરેકટરોની સહી થતી હતી. જોકે હજી કોઇ ડિરેકટરોના નામ બહાર આવ્યા નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં એચઆર આસિસ્ટન્ટ હિતેશ દેસાઇનું નામ બહાર આવ્યું હોવાનું કલબના જનરલ મેનેજરે જણાવ્યું હતું.

અત્યાર સુધીમાં 38 મેમ્બરશીપ વેચી મરાઇ છે

જનરલ મેનેજર અમીત આર. પટેલે કહ્યું હતું કે એચઆર આસિસ્ટન્ટ હિતેશ દેસાઇએે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ડિરેકટરોની જાણ બહાર જૂના સભ્યોના ખોટા પુરાવા ઊભા કરી આઇકાર્ડ પણ કાઢ્યા હતાં. અત્યાર સુધીમાં 38 મેમ્બરશીપ વેચી મરાઇ છે. જે હાલ બ્લોક કરી દેવાઇ છે. એક કિસ્સામાં પુત્રએ નામ દાખલ કરવા અરજી કરતા પિતાનું સભ્યપદ નહીં દર્શાવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ અંગે બનાવેલી તપાસ કમિટીમાં અમિત પટેલ ઉપરાંત ડેપ્યૂટી જનરલ મેનેજર જયેશ વ્યાસ અને ભરત પટેલ, આઇટી મેનેજર રમેશ મૌર્યનો સમાવેશ થાય છે.

સભ્યપદ પાછું આપે તો 5 લાખ પરત

રાજપથ કલબની મેમ્બરશિપની ફીમાં 50 ટકાનો વધારો કરાયો છે. હવે નવા સભ્ય પાસે 30 લાખ ફી વસૂલ કરવામાં આવશે. જ્યારે મેમ્બરશિપ સરેન્ડર કરાવનારને પાંચ લાખ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્લબના સભ્યપદનું ફી માળખું

કેટેગરી જૂની ફી નવી ફી
ઇન્સ્ટિટ્યૂશનલ 30 લાખ 50 લાખ
નવી મેમ્બરશિપ(ઓર્ડિનરી) 20 લાખ 30 લાખ
મેમ્બર સન-ડોટર 10 લાખ 15 લાખ
સરન્ડર મેમ્બરશિપ 2 લાખ 5 લાખ
ટેમ્પરરી મેમ્બરશિપ(સન) 20હજાર 50 હજાર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular