Thursday, May 2, 2024
Homeઆ ગુફામાં ઊંઘવા માટે દુર-દુરથી આવે છે લોકો, આ છે ખાસ કારણ
Array

આ ગુફામાં ઊંઘવા માટે દુર-દુરથી આવે છે લોકો, આ છે ખાસ કારણ

- Advertisement -

મોટાભાગે લોકો પોતાની બિમારીઓનો ઇલાજ કરાવવા માટે ડોક્ટર જોડે જાય છે, પરંતું દુનિયામાં એક એવી ગુફા પણ છે જ્યાં લોકો ઊંઘવા અને પોતાની બિમારીઓ દુર કરવા માટે આવે છે. એવુ માનવામાં આવે છે કે, આ ગુફામાં ઊંઘવાથી ઘણી બધી બિમારીઓ દુર થઇ જાય છે.

આ ગુફા ઓસ્ટ્રિયાના ગાસ્તિનમાં આવેલી છે. માનવામાં આવે છે કે, સૌથી પહેલાં લોકો અહીં સોનાની ખાણની શોધમાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ લોકોને ખ્યાલ આવ્યો કે, આ ગુફામાં મળતા વાયુંથી ગમે તેવી ભયંકર જીવલેણ બિમારી નાબુદ થઇ શકે છે.

મળતી માહિતી મુજબ આ ગુફામાં રેડોન વાયુ મળે છે. એવું માનવામાં આવે છે કે, આ વાયુના સંપર્કમાં આવવાથી ગંભીર બિમારીઓનો ઇલાજ પણ સંભવ છે. રેડોન વાયું એક રેડિયોએક્ટિવ વાયુ હોય છે, જે ગુફાના ગરમ વાતાવરણમાં ઘણી બિમારીઓ પર અસર કરે છે.

આ ગુફામાં આવીને પોતાનો ઇલાજ કરાવી ચુકેલા લોકોનું માનવું છે કે, અહીં મળતો વાયું અર્થરાઇટિસ (ગઠીયા) અને પસોરિએસિસ (ત્વતા સંબંધી રોગ) જેવી બિમારીઓ નાબુદ કરે છે. અહીં ઇલાજ કરાવવા માટે ખાસ યૂરોપ અને અન્ય દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો ઇલાજ કરાવવા આવે છે.

તમને જણાવી દઇએ કે, આ ગુફા સુધી આવવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં 24 કલાક ડોક્ટરો હાજર હોય છે, જે લોકોને બિમારીથી છુટકારો મેળવવા મદદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular