Monday, September 20, 2021
Homeગાંધીનગર : આર.આર.સેલે અણીયોર નજીક બોલેરો જીપ માંથી ૧.૭૨ લાખનો વિદેશી દારૂ...
Array

ગાંધીનગર : આર.આર.સેલે અણીયોર નજીક બોલેરો જીપ માંથી ૧.૭૨ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી હવે ફક્ત કાગળ પર જોવા મળે છે  
ગાંધીનગર આર.આર.સેલ ની ટીમે અરવલ્લી જીલ્લાની સરહદ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી ચાલતી હોવાથી ધામા નાખ્યા છે ત્યારે  આર.આર.સેલના વીરભદ્ર સિંહ અને તેમની ટીમે માલપુર સોમપુર ચોકડી થી ધનસુરા તરફ વિદેશી દારૂ બોલેરો જીપમાં ભરી પસાર થતા ઉભારણ ના ભરત રમેશ ઠાકોર ને અણીયોર કંપા નજીકથી ૧.૭૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
માલપુર ની સોમપુર ચોકડી તરફથી આવતી બોલેરો જીપની ઝડપ શંકાસ્પદ જણાતા અણીયોર નજીક વોચ ઉભી રહેલી આર.આર.સેલની ટીમે બોલેરો જીપ (ગાડી.નં-GJ 9 M 6046 ) ને અટકાવી તલાસી લેતા જીપ માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂની અને બિયર પેટી-૪૩ તથા છૂટી બોટલ-ટીન મળી કુલ નંગ-૧૬૦૨ કીં.રૂ.૧૭૨૨૦૦/- નો જથ્થો જપ્ત કરી ભરત રમેશ ઠાકોર (મૂળ રહે, વાલેર જી.બનાસકાંઠા ) હાલ રહે,ઉભરાણ તા.માલપુર,જી-અરવલ્લી ને દબોચી લઈ જીપ ની કીં.રૂ.૪૦૦૦૦૦/- મળી કુલ રૂ.૫૭૨૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ભરત રમેશ ઠાકોર વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની તપાસ માલપુર પોલીસસ્ટેશનને સુપ્રત કરી હતી
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments