Thursday, May 2, 2024
Homeબોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ કૌભાંડમાં ભીનું સંકેલવાના આરટીઓના પ્રયાસ
Array

બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ કૌભાંડમાં ભીનું સંકેલવાના આરટીઓના પ્રયાસ

- Advertisement -

અમદાવાદ: સુભાષબ્રિજ આરટીઓમાં બોગસ લાઇસન્સ કૌભાંડમાં કંપનીના અધિકારીનું નામ બહાર આવતા જ આરટીઓ અધિકારીઓ ભીનું સંકેલવાના પ્રયાસ કરી રહ્યા છે. મોટર વ્હીકલ એસોસિએશને કંપનીને બ્લેક લિસ્ટ જાહેર કરવા રજૂઆત કરી છે.જાહેર રજાના દિવસે સુભાષબ્રિજ આરટીઓમાં નવા લાઇસન્સ ઉપરાંત રિન્યૂ અને ડુપ્લિકેટ મળી અંદાજે 200 જેટલા બોગસ લાઇસન્સ ઇશ્યૂ કરી દેવાયા હતાં. જો કે આરટીઓએ ફરિયાદમાં 83 જ બોગસ લાઇસન્સ નો ઉલ્લેખ કર્યો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઇ રહી છે. તપાસમાં હજી સુધી કોઇ સ્ફોટક માહિતી બહાર આવી નથી.

આરટીઓ એસ.પી.મુનિયાએ તમામ લાઇસન્સ બ્લેક લિસ્ટમાં નાંખી દીધા છે. જ્યારે ઇશ્યૂ થયેલા લાઇસન્સ અંગે તપાસ ચલાવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદમાં જેના લોગીન આઇડીનો ઉલ્લેખ થયો છે તેને વાહનવ્યવહાર કમિશનરે સસ્પેન્ડ કરવા નોટિસ ફટકારી છે. મોટર વ્હીકલ એસોસિએશને કહ્યું કે મોટી સંખ્યામાં બોગસ લાઇસન્સ બહાર આવ્યા હોવા છતાં પગલાં ભરાયા નથી. આરટીઓ કંપનીના અધિકારીઓને છાવરતી હોવાનો આક્ષેપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular