Saturday, April 27, 2024
Homeવડોદરામાં વિદ્યાર્થીઓને ફૂલ આપી, મોઢું મીઠું કરાવી બેન્ડ વગાડીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ...
Array

વડોદરામાં વિદ્યાર્થીઓને ફૂલ આપી, મોઢું મીઠું કરાવી બેન્ડ વગાડીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો

- Advertisement -

વડોદરાઃ વડોદરા સહિત રાજ્યભરમાં આજે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વડોદરા શહેરમાં 85 હજારથી વધુ વિદ્યાર્થી ઓ આજ થી બોર્ડ ની પરીક્ષા આપશે, ફતેગંજ વિસ્તાર માં આવેલી જીસસ એન્ડ મેરી સ્કૂલ માં કલેક્ટર અને ડીઇઓની હાજરીમાં ફૂલ આપીને મોઢું મીઠું કરાવીને પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત વડોદરાના અમિત નગર સર્કલ પાસે આવેલી જય અંબે સ્કૂલમાં વિદ્યાર્થીઓને બેન્ડ વગાડીને ફૂલ આપ્યા બાદ મોઢું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સંવેદના હેલ્પલાઇનનો ઉપયોગ કરે તેવી કલેક્ટરની અપીલ
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે વડોદરા શહેરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે હું તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામના પાઠવુ છું. અને જરૂર પડે તો વિદ્યાર્થીઓ સંવેદના હેલ્પ લાઇનનો ઉપયોગ કરે તેવી અપીલ પણ કરૂ છું.
વિદ્યાર્થીઓનું ટેન્શન હળવુ કરવા બેન્ડવાજા સાથે પ્રવેશ અપાય છે
જય અંબે સ્કૂલના પ્રિન્સીપાલ પરેશભાઇ શાહે જણાવ્યું હતું કે,  બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ પરીક્ષાના ટેન્શનમાં હોય છે. જેથી તેઓનું ટેન્શન હળવુ કરવા માટે બેન્ડવાજા સાથે તેમને પ્રવેશ આપવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નવી જ સ્કૂલમાં આવતા હોય છે. તેઓને અમારી સ્કૂલમાં હળવુ વાતાવરણ મળી તે માટે અમે અમે પ્રયાસ કરીએ છીએ.
પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની બાજ નજર
ડીઇઓ ઉમેદસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વડોદરામાં 2964 બ્લોકમાં પરીક્ષા લેવાઇ રહી છે. તમામ બ્લોક પર સીસીટીવીનું રેકોર્ડિંગ થશે. અને તેની બે સીડી તૈયાર થશે. જેમાંથી એક સીડી અમારી પાસે રહેશે. જ્યારે એક સીડી બોર્ડમાં મોકલવામાં આવશે.
103 પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા
વડોદરા શહેર અને જિલ્લામાંથી ધો-10ના 55243 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધો-12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 30127 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. કુલ 103 પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઇ રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular