Thursday, May 2, 2024
Homeસુરત : દીકરી ને ડંખ મારતા પરિવાર રસેલ વાઈપર સાપને મારીને હોસ્પિટલ...
Array

સુરત : દીકરી ને ડંખ મારતા પરિવાર રસેલ વાઈપર સાપને મારીને હોસ્પિટલ પહોંચ્યા

- Advertisement -

સુરતઃ ઉન પાટિયાની શાલીમાર સોસાયટીના એક મકાનમાં નિદ્રાવન યુવતીની રજાઈમાં ઘુસી 3 ફૂટ લાંબા રસેલ વાઈપર સાપે ડંખ માર્યો હતો. મંગળવારની મધરાત્રે બનેલી આ ઘટના બાદ યુવતીની બુમાબૂમથી જાગી ગયેલા પરિવારે રસેલ વાઈપર સાપને મારી નાખી દીકરી સાથે સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. ઝેરીલા સાપોમાં સૌથી ઝેરી એવા રસેલ વાઈપરને જોઈ સિવિલના ટ્રોમાં સેન્ટરના કર્મચારીઓમાં પણ ભય નો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ફરજ પર હાજર સીએમઓ ડો. બર્મને મૃત સાપને હાથમાં લઈ સાથી કર્મચારીઓને રસેલ વાઈપર સાપ વિશે માહિતગાર કરી તેમનો ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, યુવતીની હાલત સાધારણ છે. અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

પરિવારે જણાવ્યું હતું કે, સાપ ડંખથી પીડિત તરનુમ ઉસ્માનગની મોમીન (ઉ.વ.22) અપરણિત અને ઘરકામ કરે છે. પિતા મજૂરી કામ કરી ચાર સંતાનોનું ગુજરાન ચલાવે છે. મંગળવારની રાત્રી ના ભોજન બાદ પરિવારના તમામ સભ્યો સુઈ ગયા હતા. રાત્રે લગભગ 12:05 મિનિટના અરસામાં તરનુમની ચિચયાળી સાંભળી પરિવાર ઉંઘમાંથી જાગી દોડતું થઈ ગયું હતું. તરનુમ બેડ પરથી પરિવારને જોતા જ સાપે ડંખ માર્યો હોવાની બુમાબુમ કરતી હતી. થોડી મિનિટમાં જ રસેલ વાઈપર તરનુમની રજાઈમાંથી ભાગતો દેખાતા પરિવારે તેને મારી નાખ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક મરી ગયેલા સાપને પ્લાસ્ટિકની થેલીમાં ભરી દીકરી સાથે ખાનગી વાહનમાં સિવિલ આવ્યા હતા. જ્યાં સાપે ડંખ માર્યો હોવાનું જણાવી થેલીમાંથી સાપ બહાર કાઢતા જ સિવિલના સ્ટાફના લગભગ 3 ફૂટ લાંબા રસેલ વાઈપર સાપને જોઈ હોંશ ઉડી ગયા હતા. જોકે, ત્યારબાદ તબીબોએ તાત્કાલિક તરનુમની સારવાર આપી દાખલ કરી દેતા તેની તબિયત સુધારા પર હોવાનું સવારે તબીબોએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular