Friday, May 17, 2024
Homeબોલીવૂડઅભિનેતા પ્રભાસની સાલાર અને શાહરુખની ડંકી વચ્ચે ટક્કર થશે

અભિનેતા પ્રભાસની સાલાર અને શાહરુખની ડંકી વચ્ચે ટક્કર થશે

- Advertisement -

આગામી ડિસેમ્બરમાં શાહરુખ ખાનની ‘ડંકી’ તથા પ્રભાસની ‘સાલાર’ બોક્સ ઓફિસ પર ટકરાઈ શકે છે. સાલાર’ના નિર્માતાઓ દ્વારા ડિસ્ટ્રિબ્યૂટર્સને આ અંગે જાણ કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, આ અંગે હજુ ઔપચારિક ઘોષણા બાકી છે. ‘સાલાર’ અગાઉ આ મહિનામાં રીલીઝ થવાની હતી. પરંતુ, વીએફએક્સના કામમાં વિલંબના કારણે તે ઠેલાઈ ગઈ હતી. હવે તેનો ક્લાઈમેક્સ પણ રીશૂટ થવાનો હોવાની ચર્ચા છે.

ફિલ્મ નિર્માતાઓ દ્વારા તમામ ડિસ્ટ્રિબ્યૂટર્સને એક ઈમેઈલ મોકલવામાં આવ્યો છે. તેમાં તેમને ૨૨મી ડિસેમ્બરની સંભવિત તારીખ અંગે જણાવાયું છે. તે પરથી અટકળો વ્યક્ત થઈ છે કે ‘સાલાર’ આ દિવસે રીલીઝ થશે. આ જ દિવસો દરમિયાન ‘ડંકી’ રીલીઝ કરવાની જાહેરાત અગાઉ થઈ ચૂકી છે. ‘ડંકી’ ફિલ્મ મુન્નાભાઈ સીરીઝની ફિલ્મોથી જાણીતા રાજકુમાર હિરાણીએ બનાવી છે.

બંને દિગ્ગજ અભિનેતાઓની બોક્સ ઓફિસ પર ટક્કર જોકે, ફિલ્મ ઉદ્યોગના ટ્રેડ સમીક્ષકોએ વખોડી કાઢી છે. તેમના મતે આવી ટક્કરથી બંને ફિલ્મોને નુકસાન થઈ શકે છે. પ્રભાસ સાઉથમાં લોકપ્રિય છે એટલે ત્યાં તેની ફિલ્મ રીલીઝ થશે તો શાહરુખની ફિલ્મ એટલો બિઝનેસ ગુમાવશે. બીજી તરફ ‘બાહુબલી’ પછી કોઈ ખાસ સફળતા નહીં મેળવી શકેલો પ્રભાસ પણ હિન્દી બેલ્ટમાં કમાણી ગુમાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular