Friday, April 26, 2024
Homeખાનગી ક્ષેત્રમાં પૂરા પગાર પર પેન્શન નક્કી કરવાનો રસ્તો સાફ, મહત્તમ 15...
Array

ખાનગી ક્ષેત્રમાં પૂરા પગાર પર પેન્શન નક્કી કરવાનો રસ્તો સાફ, મહત્તમ 15 હજારની ફોર્મ્યૂલા લાગુ નહીં થાય

- Advertisement -

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઈપીએફઓ દ્વારા કેરળ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સ્પેશિયલ લીવ પિટીશનને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ખાનગી કંપનીઓથી નિવૃત્ત થનાર કર્મચારીઓને મહત્તમ પેન્શન આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કેરળ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2014ના નિર્ણયમાં મહત્તમ 15 હજાર રૂપિયા માસિક વેતન પર પેન્શનની ગણતરી કરવાનો નિયમ પૂરો કરી દીધો છે. તે સાથે જ છેલ્લા વર્ષના સરેરાશ વેતનના આધાર પર પેન્શન નક્કી કરવાનો જૂનો નિયમ પણ કાઢી નાખ્યો છે.

ઈપીએફઓએ કેરળ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ઈપીએફઓની અરજીમાં કોઈ મેરિટ નથી.

કેન્દ્ર 1995માં કર્મચારી પેન્શન યોજના લઈને આવી હતી. જે અંર્તગત પેન્શન યોજનામાં કર્મચારીના ફાળા સિવાય વેતનના 8.33 ટકા ફાળો કંપનીએ આપવાનો હોય છે. પરંતુ કંપનીના ફાળાની સીમા મહત્તમ વાર્ષિક રૂ. 6500ના આધાર પર 8.33 ટકા નક્કી કરવામાં આવ્યા છે.માર્ચ 1996માં સરકારે આ નિયમમાં રિસર્ચ કરીને કંપની અને કર્મચારીને તકલીફ ન થાય તે માટે પેન્શનનો સમગ્ર ફાળો કુલ પગારના 8.33 ટકા નક્કી કરવામાં આવ્યો છે.

1 સપ્ટેમ્બર 2014માં ઈપીએફઓના નિયમમાં રિસર્ચ કરીને 8.33 ટકા ફાળા માટે 15 હજારની સીમા નક્કી કરી દેવામાં આવી હતી. તે સાથે જ કહેવામાં આવ્યું હતું કે, કુલ સેલરી પર પેન્શન ઈચ્છતા લોકોની એવરેજ સેલરી છેલ્લા 5 વર્ષ દરમિયાન મળેલા વેતનના આધાર પર નક્કી કરવામાં આવશે. જોકે આ નિયમના કારણે અમુક કર્મચારીઓનું પેન્શન ઘટી પણ ગયું હતું. કારણ કે જૂના નિયમ પ્રમાણે પેન્શન એક વર્ષની એવરેજ સેલરીના આધાર પર નક્કી કરવામાં આવતું હતું.

કેરળ હાઈકોર્ટે આ સંશોધન પર રોક લગાવી દીધી અને જૂના નિયમને લાગુ કરી દીધો. સુપ્રીમકોર્ટે ઓક્ટોબર 2016માં ઈપીએફઓને આદેશ આપ્યો કે કુલ સેલરીના આધાર પર કર્મચારીઓને પેન્શન આપવામાં આવે. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ રસ્તો સાફ થઈ ગયો છે.

1) હાલના નિયમ અંર્તગત 2029માં નિવૃત્તિ, 33 વર્ષની નોકરી અને રૂ. 50 હજાર અંતિમ માસિક વેતન પર અત્યારે આ રીતે પેન્શન નક્કી કરવાનો નિયમ બનાવ્યો હતો
2014માં ઈપીએફઓએ મહત્તમ રૂ. 15 હજાર માસિક પેન્શન નક્કી કરવાનો નિયમ બનાવ્યો હતો. આ પહેલાં 1996માં માસિક રૂ. 6500 લેખે પેન્શન નક્કી કરવામાં આવ્યું હતું. તે માટે 33 વર્ષની નોકરીને બે હિસ્સામાં વહેંચવામાં આવે છે અને તેના આધારે જ તેની ગણતરી કરવામાં આવે છે.

a) 2014-1996= 18 વર્ષ

(18 વર્ષની નોકરી+1.1 બોનસ વર્ષ) /70 * 6500=1773/-

b) 2029-2014= 15 વર્ષ
(15 વર્ષની નોકરી+0.9 બોનસ વર્ષ) /70 * 15000= 3407/-

આ પ્રમાણે હાલના નિયમ પ્રમાણે 33 વર્ષની નોકરી અને રૂ. 50 હજારના અંતિમ વેતન પર 2029માં 1773+3407 એટલે કે 5180 રૂપિયા માસીક પેન્શન નક્કી કરવામાં આવશે.

2) સુપ્રીમ કોર્ટ દ્વારા ઈપીએફઓની અરજી નકારી દીધા પછી કેરળ હાઈકોર્ટનો નિર્ણય લાગુ થઈ ગયો છે. તેમાં અંતિમ અને પૂર્ણ સેલરી પર પેન્શન નક્કી કરવામાં આવશે. તેની ગણતરી આ પ્રમાણે થશે.

(33 વર્ષની નોકરી+ 2 બોનસ વર્ષ) /70 * 15000= 25,000/-

આ પ્રમાણે નવો નિયમ લાગુ થવાથી 33 વર્ષની નોકરી અને 50 હજાર રૂપિયાના અંતિમ વેતન પર 2029માં રૂ. 25 હજાર પ્રતિ માસનું પેન્શન મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular