Wednesday, May 1, 2024
Homeજીએસટીના સ્લેબમાં ફેરફાર વિવર્સો માટે ફરીથી આ 3300 કરોડનો બોજો વધે તેવી...
Array

જીએસટીના સ્લેબમાં ફેરફાર વિવર્સો માટે ફરીથી આ 3300 કરોડનો બોજો વધે તેવી શક્યતા

- Advertisement -

શહેરના વિવર્સ વર્ગ દ્વારા હાલમાં જે જીએસટી દર છે તે જ દર રાખવા માટે માંગ કરાઈ છે કારણ કે, અગાઉ યાર્ન પર 18થી 12 ટકા જીએસટી કરતાં વિવિંગ ઉદ્યોગના માટે 3300 કરોડનો વાર્ષિક બોજ પડ્યો હતો. ફરીથી જીએસટીના સ્લેબમાં ફેરફાર આવશે તો વિવર્સો માટે ફરીથી આ 3300 કરોડનો બોજો વધે તેવી શક્યતા છે.

જીએસટીના સ્લેબમાં વધારો થવાનું વિવર્સોને એટલા માટે લાગી રહ્યું છે કારણ કે, પિયુષ ગોયલ અને દર્શના જરદોશે ટેક્સટાઈલ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા પછી ફરીથી ટેક્સટાઈલ પર જીએસટીના દર બદલવા રજૂઆત કરાઈ છે. ત્યારે બીજી તરફ ટેક્સટાઈલ સાથે સંકળાયેલા અલગ અલગ સંગઠનો દ્વારા કેન્દ્રિય ટેક્સટાઈલ મંત્રાલયને ટેક્સટાઈલના જીએસટી સ્લેબમાં ફેરફાર નહીં કરવા રજૂઆત કરાઈ રહી છે. હાલ ટેક્સટાઈલમાં યાર્નના રો મટીરીયલ્સ તૈયાર કરવા પર 18 ટકા જીએસટી અને ગ્રે ફિનિશ્ડ કાપડ પર 5 ટકા જીએસટી છે.

બીજી તરફ ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે વીવર્સોની રૂ. 650 કરોડની જીએસટી અમલી થયા બાદ 13 મહિનાની ક્રેડિટ અટવાઈ છે. જેના માટે સુપ્રીમમાં કેસ પડી રહ્યો છે. જો કે, ત્યારબાદથી જીએસટીનું નિયમિત રિફિંડ મળી રહ્યું છે.

GSTના દરમાં ફેરફાર કરાશે તો નુકસાન જશે

હાલ કોરોના શાંત પડ્યો છે ત્યારે ત્યારે વેપારને વધવાની આશા જાગી છે. પરંતુ જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવશે તો મોટું નુકસાન જશે. :-મયુર ગોળવાલા, વિવર્સ

અગાઉ 6 ટકા લાભ સ્પિનર્સોએ લીધો હતો

પહેલા યાર્ન પર જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારે તેનો 6 ટકા લાભ વિવવર્સોને આપવાની જગ્યાએ સ્પિનર્સોએ પોતાની પાસે રાખ્યો હતો. :-ભરત ગાંધી,ચેરમેન, ફિઆસ્વી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular