Sunday, May 19, 2024
Homeદેશમની લોન્ડરિંગ કેસ: જેક્લિન હવે કોર્ટની મંજૂરી વિના જઈ શકશે વિદેશ

મની લોન્ડરિંગ કેસ: જેક્લિન હવે કોર્ટની મંજૂરી વિના જઈ શકશે વિદેશ

- Advertisement -

બોલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મોટી રાહત આપી છે. સુકેશ ચંદ્રશેખર સાથે સબંધિત 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેક્લિન ફર્નાન્ડિઝને પૂર્વ અદાલતની કોઈ પણ મંજૂરી વિના વિદેશ યાત્રા પર જવાની પર્મિશન આપી દીધી છે. બીજી તરફ કોર્ટે જેક્લિન ફર્નાન્ડિઝની જામીન શરતોમાં પણ ફેરફાર કર્યો છે. જેક્લિનને દેશની બહાર યાત્રા કરવા પહેલા ED અને અદાલતને ત્રણ દિવસ પહેલા જાણ કરવાની રહેશે. એનો અર્થ એ કે, જેક્લિન પોતાના કોઈ પ્રોજેક્ટ અંતર્ગત વિદેશ જાઈ તો તેણે કોર્ટની મંજૂરી લેવાની જરૂર નથી. માત્ર તેણે અદાલતને જાણ કરવાની રહેશે.

કોર્ટે જણાવ્યું કે, જેક્લિન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેણે પોતાના કામ અંતર્ગત સતત વિદેશ યાત્રા કરવી પડે છે. તેથી તેણે વિદેશ જતા પહેલા તેની તમામ માહિતી આપવી પડશે. તેણે ત્યાં કેટલા દિવસ રહેવું પડશે અને ત્યાંનો એડ્રેસ અને ફોન નંબર પણ આપવો પડશે. ગત વર્ષે નવેમ્બરમાં જેક્લિન ફર્નાન્ડિઝને મની લોન્ડરિંગ મામલે જામીન મળી ગયા હતા. પરંતુ જામીન એ શરત પર મળ્યા હતા કે, તે કોર્ટની મંજૂરી વિના દેશની બહાર ન જઈ શકશે. જેક્લિન ફર્નાન્ડિઝે પહેલા જ જામીનની શરતોમાં ઢીલ આપવા માટે કોર્ટને અપીલ કરી હતી. મે મહીનામાં અરજી દાખલ કર્યા બાદ પટિયાલા હાઉસ કોર્ટે જેક્લિન ફર્નાન્ડિઝને દુબઈમાં IIFA એવોર્ડસમાં સામેલ થવાની પર્મિશન આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular