Sunday, May 19, 2024
Homeગુજરાતમોરબી : બે મહિલા સરપંચના પતિઓ લાંચ લેતા ઝડપાયા

મોરબી : બે મહિલા સરપંચના પતિઓ લાંચ લેતા ઝડપાયા

- Advertisement -

રાજ્યમાં ફરી એકવાર મહિલા હોદ્દેદારોની લાંચ લેતા ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના માળીયા તાલુકાના તરઘરી ગામે તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં બાવળ કાપવાની મંજૂરી આપવા માટે મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના સભ્યએ લાંચની માંગણી કરી હતી. જેને પગલે મોરબી એ.સી.બી. ટીમે છટકું ગોઠવીને બંનેને ઝડપ્યા હતા.

આ અંગેની માહિતી અનુસાર, જેમાં ફરિયાદી દ્વારા બાવળ કાપી છુટક વેચાણ કરતા હતા. જેથી તેમણે તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં રહેલા બાવળ કાપવા તરઘરી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય દામજીભાઇ ગામીની પાસે પંચાયતની મંજૂરી લઇ આપવા રજૂઆત કરી હતી. તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબેનને આ અંગેની રજૂઆત કરવાને સ્થાને દામજીભાઇએ સરપંચ જ્યોતિબેનના પતિ મુકેશભાઇ પરમારનો સંપર્ક ફરિયાદી સાથે કરાવ્યો હતો.

તેમજ આ મામલે આરોપી મુકેશભાઈએ ફરિયાદીને એવું જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતનો તમામ વહિવટ પોતાના પત્ની વતી પોતેજ કરતા હોય છે. તેઓની સાથે ફરિયાદીને મેળવી બન્ને આરોપીઓએ ફરિયાદી પાસેથી તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં બાવળ કાપવાની ગ્રામ પંચાયતની મંજૂરી આપવાના અવેજ પેટે રૂ. 80 હજાર આપે તો જ ગ્રામ પંચાયતની મંજૂરી આપવાનું કહી ફરિયાદી પાસે રૂ. 80 હજારની લાંચની માંગણી કરી હતી.

આ બાબતે ફરિયાદીએ મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. પોલીસે માળીયામાં બાલાજી ચેમ્બર અવધ ડીલક્ષ પાનની દુકાનની સામે પીપળીયા ચાર રસ્તા ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જ્યાં બંને આરોપીઓ રૂબરૂ આવ્યા હતા અને રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. હાલ મોરબી એ.સી.બી. પોલીસની ટીમે બંને આરોપીઓને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular