Wednesday, May 1, 2024
Homeરાજપીપળામાં કોર્પોરેટરના ઘરમાં જ પીવાના પાણીમાં જીવાત નીકળતા હોબાળો
Array

રાજપીપળામાં કોર્પોરેટરના ઘરમાં જ પીવાના પાણીમાં જીવાત નીકળતા હોબાળો

- Advertisement -

રાજપીપળા: રાજપીપળા નગરપાલિકાનો કરોડોના ખર્ચે બનેલો ફિલ્ટર પ્લાન્ટ ધૂળ ખાય છે, ત્યારે રાજપીપળા કાછીયાવાડમાં છેલ્લા 3 દિવસથી દુષિત જીવતોવાળુ પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો છે. જેમાં કોર્પોરેટર કાજલ રામચંદ્ર પટેલના ઘરે પણ પાલિકાના પાણીમાંથી જીવાતો નીકળી હતી. જેથી મહોલ્લોના લોકોએ લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પાલિકાના કોર્પોરેટર કાજલ પટેલે જણાવ્યું હતું કે, વોટર વર્કસના કર્મીઓ આજે જીવતોવાળુ પાણી આવ્યું એમ કહેવા ફોન કર્યો તો આજે રજા છે, કહીને ફોન મૂકી દીધો હતો.

ઉનાળામાં પાણી તો ચોખ્ખું આપો એવી અમારી માંગ છે
આ બાબતે નટવર ગોરધન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસથી પાણી દુષિત આવે છે તેવી રજૂઆત છતાં કોઈ ગંભીરતા નથી અમે ત્રણ દિવસથી વેચાતું પાણી લાવીને પીવુ પડે છે. આજે ગામમાં શુદ્ધ પાણી નથી મળતું, ગામમાં સફાઈ સારી રીતે થતી નથી. ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. હાલના સત્તાધીશો શું કરે છે એ સમજણ પડતી નથી. ઉનાળામાં પાણી તો ચોખ્ખું આપો એવી અમારી માંગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular