Saturday, April 27, 2024
Homeરોજ 52 મિનિટ ગોસિપમાં વીતાવે છે લોકો: વધુ આવકવાળા લોકો આમ વધુ...
Array

રોજ 52 મિનિટ ગોસિપમાં વીતાવે છે લોકો: વધુ આવકવાળા લોકો આમ વધુ કરે છે

- Advertisement -

દુનિયામાં પહેલી વાર ગોસિપ પર વિજ્ઞાનીઓએ રિસર્ચ કર્યું છે. સંશોધકોનું માનવું છે કે લોકો દિવસભર 52 મિનિટ ગપસપ કરવામાં વીતાવે છે. આ રિસર્ચ કેલિફોર્નિયા-રિવર સાઇટ યુનિવર્સિટીએ કર્યું છે. સંશોધકોનું લક્ષ્ય એ જાણકારી મેળવવાનું હતું કે કોણ વધુ ગોસિપ કરે છે અને લોકો દિવસમાં કેટલી વાર ગોસિપ કરી શકે છે.

ગોસિપમાં વધુ જાણકારી મેળવવા માટે યુનિવર્સિટીએ ૪૬૭ લોકોને રિસર્ચમાં સામેલ કર્યા, તેમાં ૨૬૯ મહિલા અને ૧૯૮ પુરુષ હતા. તેમની ઉંમર ૧૫ થી ૫૮ વર્ષની હતી. તમામ લોકોએ સાથે ઇલેક્ટ્રોનિકલી એક્ટિવેટેડ રેકોર્ડર લગાવ્યું હતું. આ ડિવાઇસે તેમની વાતોને રેકોર્ડ કરી.

દિવસભરના રેકોર્ડિંગનું વિશ્લેષણ કરાયું. ત્યારબાદ રેકોર્ડિંગમાંથી પોઝિટિવ, નેગેટિવ અને ન્યૂટ્રલ વાતોને અલગ કરાઇ. સંશોધકોએ જાણ્યું કે જે વાતો કોઇ વ્યક્તિ અંગે હતી અને તે વ્યક્તિ ત્યાં હાજર ન હતી તેને ગોસિપની શ્રેણીમાં સામેલ કરાઇ.

સંશોધનનાં પરિણામો અનુસાર મોટી ઉંમરના યુવાનો વધુ ગોસિપ કરે છે અને નકારાત્મક વાતો પર ચર્ચા કરે છે. ઓછી આવકવાળા લોકો વધુ ઇન્કમવાળા લોકોની તુલનામાં ઓછી ગોસિપ કરે છે. સંશોધકોના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે મોટા ભાગના લોકો ગોસિપ કરતા રહે છે. મહિલાઓ પુરુષો કરતાં વધુ ગોસિપ કરે છે, પરંતુ આ વાતો પોઝિટિવ કે નેગેટિવ ન હોઇને ન્યૂટ્રલ હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular