Saturday, April 27, 2024
Homeસંજય દત્ત 'પાણીપત' માટે 25 કિલોનું કવચ પહેરીને શૂટિંગ કરશે
Array

સંજય દત્ત ‘પાણીપત’ માટે 25 કિલોનું કવચ પહેરીને શૂટિંગ કરશે

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક: સંજય દત્ત હાલના દિવસોમાં જયપુરમાં ‘પાણીપત’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે અહમદ શાહ દુર્રાનીના પાત્રમાં હશે. આ રોલમાં ફિટ થવા માટે સંજય બોડી પણ મેઈન્ટેઈન કરી રહ્યો છે. એટલું જ નહીં તે ભારે કવચ (બખ્તર) પહેરીને એક્શન સીન્સ કરવાનું પણ શીખી રહ્યો છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજય આ ફિલ્મમાં અત્યાર સુધીના સૌથી ભારે કવચમાં પર્ફોર્મ કરતો જોવા મળશે. તે હાલમાં લગભગ 25 કિલોના કવચને પહેરીને શૂટિંગ કરી રહ્યો છે. આ બધી વસ્તુઓને સંજયની પર્સનાલિટી અનુસાર બનાવાયુ છે. પાણીપતમાં અર્જુન કપૂર અને કૃતિ સેનન પણ મહત્વની ભૂમિકા ભજવશે. ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થશે.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં રોલને અનુરૂપ હેવી કોસ્ચ્યૂમ પહેરવાનો ટ્રેન્ડ છે. ‘કેસરી’ ફિલ્મમાં અક્ષય કુમારે 5 કિલોની પાઘડી પહેરી છે. ‘રામ લીલા’ ફિલ્મમાં દીપિકા પાદુકોણે 30 કિલોનો ઘાઘરો પહેર્યો હતો. જ્યારે ‘બોમ્બે વેલ્વેટ’માં અનુષ્કા શર્માએ સૌથી વધુ વજનનો ડ્રેસ પહેર્યો હતો. તેણે 35 કિલોનું ગાઉન પહેર્યું હતું. ફિલ્મ ‘જોધા અકબર’માં ઐશ્વર્યા રાય માટે 400 કિલો સોનામાંથી ઘરેણાં બનાવવામાં આવ્યાં હતાં. ‘દેવદાસ’ ફિલ્મમાં માધુરી દીક્ષિતે 30 કિલોનો ઘાઘરો પહેર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular