Friday, April 26, 2024
Homeવિદેશહિજાબ મામલે પ્રદર્શનકારીઓના ગુસ્સા સામે ઝુકી ઈરાન સરકાર

હિજાબ મામલે પ્રદર્શનકારીઓના ગુસ્સા સામે ઝુકી ઈરાન સરકાર

- Advertisement -

ઈરાનમાં હજુ પણ હિજાબ વિરુદ્ધ હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા છે. સરકાર વિરોધીઓના અવાજને દબાવવા માટે બળપ્રયોગ પણ કરી ચુકી છે. અહેવાલો અનુસાર ઈરાનની પોલીસે મોટી સંખ્યામાં દેખાવકારોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે. જો કે તે પછી પણ લોકોનો રોષ ઓછો થઈ રહ્યો નથી. આખરે સરકાર પ્રદર્શનકારીઓ સામે ઝૂકી રહી હોય તેવું લાગી રહ્યું છે.

લગભગ બે મહિનાથી ચાલી રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે ઈરાનની સરકારે હિજાબને ફરજિયાત બનાવતા જૂના કાયદાની સમીક્ષા કરવાનો સંકેત આપ્યો હતો. આ કાયદા હેઠળ ઈરાનમાં મહિલાઓએ માથું ઢાંકવાનું હોય છે. આ કાયદા હેઠળ 22 વર્ષીય મહસા અમીનીની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પોલીસ કસ્ટડીમાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો તેના લીધે તેમનું મૃત્યુ થયું હતુ.

ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ ઝફર મોંતાજેરીએ જણાવ્યું હતું કે ઈરાનની સરકારે હવે ફરજિયાત હિજાબ સંબંધિત જૂના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો લેવો પડશે. તેમણે કહ્યું કે, સંસદ અને ન્યાયતંત્ર બંને આ મુદ્દે કામ કરી રહ્યા છે. બંને જોશે કે કાયદામાં કોઈ ફેરફારની જરૂર લાગે છે કે નહિ. એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતુ કે, તેઓએ સ્પષ્ટ કર્યું નથી કે સંસદ અને ન્યાયતંત્ર દ્વારા આ કાયદામાં શું સુધારા કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular