Friday, April 26, 2024
Home2 બેન્કોના પ્રાઈવેટાઈઝેશનના વિરોધમાં 10 લાખ બેન્ક કર્મચારી આજથી 2 દિવસની હડતાળ...
Array

2 બેન્કોના પ્રાઈવેટાઈઝેશનના વિરોધમાં 10 લાખ બેન્ક કર્મચારી આજથી 2 દિવસની હડતાળ પર.

- Advertisement -

પબ્લિક સેક્ટરની બે બેન્કોના ખાનગીકરણ વિરુદ્ધ 10 લાખ બેન્ક કર્મચારીઓ 15 અને 16 માર્ચ સુધી હડતાલ પર રહેશે. તેનાથી બેન્ક શાખાઓમાં જમા, વિડ્રો સહિત ચેક ક્લિયરન્સ અને લોન અપ્રુવલ સર્વિસ પ્રભાવિત થશે. એટીએમ સેવા ચાલુ રહેશે. આ બેન્ક હડતાલ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા આપવામાં આવી છે.

દેશની મુખ્ય પ્રાઈવેટ બેન્કો ખુલી રહેશે

સામાલ્ય જનતા માટે ઘણી મુશ્કેલી થવાની શક્યતા છે. કારણકે 13 અને 14 માર્ચે બેન્કો બંધ હતી. જોકે પ્રાઈવેટ સેક્ટરની બેન્કો ખુલી રહેશે. જેમાં HDFC,ICICI, કોટક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેન્ક સામેલ છે. જોકે દેશના કુલ બેન્ક એકાઉન્ટમાં આ બેન્કોની ભાગીદારી અંદાજે 1/3 જેટલી જ છે.

સરકારે બજેટમાં 2 સરકારી બેન્કોને મર્જ કરવાની વાત કરી હતી

બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાની રોકાણ યોજનાના ભાગરૂપે બે સરકારી બેન્કોને મર્જ કરવાની જાહેરાત કરી હતી. સરકાર તે દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. તેના જ વિરોધમાં બેન્ક કર્મચારી 2 દિવસની હડતાલ પર જઈ રહ્યા છે. સરકારે 2019માં LICમાં પોતાની મલ્ટીપલ ભાગીદારી વેચાની IDBI બેન્કોનું ખાનગીકરણ કરી દીધું છે. જ્યારે છેલ્લા 4 વર્ષમાં 14 પબ્લિક સેક્ટર બેન્કોને મર્જ કરવામાં આવી છે.

UFBUમાં સામેલ 9 યુનિયન

હડતાલનું નેતૃત્વ કરતી UFBU સંસ્થામાં 9 યુનિયનોનું નેતૃત્વ કરી રહી છે. સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈ એસોસિયેશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ ફેડરેશન (AIBOC), નેશનલ કન્ફડરેશન ઓફ બેન્ક એમ્પલોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિયેશન (AIBOA), બેન્ક એમ્પલોઈઝ ઓફ ઈન્ડિયા (BEFI), ભારતીય રાષ્ટ્રીય બેન્ક કર્મચારી મહાસંઘ (INBEF), ભારતીય રાષ્ટ્રીય બેન્ક અધિકારી કોંગ્રેસ (INBOC), નેશનલ બેન્ક ઓફ બેન્ક વર્કર્સ (NOBW) અને નેશનલ ઓર્ગેનાઈઝેસન ઓફ બેન્ક ઓફિસર્સ (NOBO) સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular