Thursday, May 2, 2024
Homeવર્લ્ડWORLD: ગાઝામાં અલ-મગાઝી શરણાર્થી કેમ્પ પર હુમલામાં 13ના મોત,ભીષણ બનતું ઇઝરાયલ હમાસ...

WORLD: ગાઝામાં અલ-મગાઝી શરણાર્થી કેમ્પ પર હુમલામાં 13ના મોત,ભીષણ બનતું ઇઝરાયલ હમાસ યુદ્ધ …..

- Advertisement -

ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. જ્યાં જુઓ ત્યાં બરબાદીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અનેક સ્થળોએ વિસ્ફોટોના પડઘા અને કેટલીક જગ્યાએ ચીસો સાંભલાઈ રહી છે, તાજેતરનો કિસ્સો મધ્ય ગાઝાથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મંગળવારે અલ-મગાઝી શરણાર્થી શિબિર પર હુમલો કરવામાં આવ્યો હતો. એક મીડિયા અહેવાલ મુજબ આ હુમલામાં સાત બાળકો સહિત ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા અને 25 થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શી નિહાદ ઔદેતલ્લાહ દ્વારા મળેલ એક ગ્રાફિક વિડિયોમાં અનેક મૃતક લોકો જમીન પર પડેલા જોવા મળે છે. ઘણા લોકો ડરના માર્યા બૂમો પાડતા અને મૃતદેહોને ગણીને લઈ જવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.

કેમ્પમાં રહેતા ઓવદતલ્લાએ મીડિયાને જણાવ્યું કે મંગળવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરે લગભગ 3:40 વાગ્યે તેમણે તેમનાથી લગભગ 30 થી 40 મીટર દૂર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. તેમણે કહ્યું, ‘શું થયું તે જોવા હું તરત જ ગયો, પરંતુ જ્યારે હું પહોંચ્યો ત્યારે જોયું કે જમીન પર લાશના ઢગલા હતા.’ તેમણે વધુમાં કહ્યું કે લોકો ચીસો પાડી રહ્યા હતા અને બાળકો જમીન પર મૃત હાલતમાં પડ્યા હતા.

અલ-અક્સા શહીદ હોસ્પિટલના ફૂટેજમાં ઈમરજન્સી રૂમમાં મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળ્યા. પરિવારના સભ્યો તેમના પ્રિયજનોના મૃતદેહ પાસે એકઠા થઈ ગયા અને તેમને ભેટીને રડતાં જોવા મળ્યા. આ ઉપરાંત હોસ્પિટલના શબગૃહના એક વીડિયોમાં પરિવારજનો તેમના પ્રિયજનોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ દરમિયાન એક વ્યક્તિ સફેદ બોડી બેગ તરફ ઇશારો કરતો જોવા મળ્યો હતો, જેમાં એક યુવાન છોકરાનો લોહીલુહાણ ચહેરો દેખાતો હતો અને કહ્યું હતું કે, ‘આ મારો પુત્ર છે.’ બીજી વ્યક્તિએ કહ્યું, ‘તેને કોઈની સાથે લેવાદેવા નથી! તેઓ નાગરિકો છે. અમારા પર દયા કરો. તમે બાળકોને મારી રહ્યા છો. તમે કોઈ સેના કે લડવૈયાઓને મારી રહ્યા નથી; તમે રસ્તા પર શાંતિથી રમી રહેલા બાળકોને મારી રહ્યા છો.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular