મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે ગઈકાલે નર્મદા ડેમના પાંચ ગેટ ખોલાયા બાદ દસ ગેટ ખોલવામાં આવ્યા હતા જ્યારે આજે બપોર પછી ડેમના 15 ગેટ ખોલવામાં આવે છે. હાલ નર્મદા નદીમાં 3,86,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમની હાલની સપાટી વધીને 133.02 મીટરે પહોંચીછે. જોકે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી છે.નર્મદા ડેમ 81.37 %. ભરાયો છે.તેથી નર્મદા ડેમને નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે.
નર્મદા ડેમનો ગ્રોસ સ્ટોરેજ 7697.20 MCM મિલિયન ઘન મીટર છે. જયારે ગ્રોસ સ્ટોરેજ – 7697.20 MCM
ડેમમાં પાણીની આવક 4,74,093 ક્યુસેક નોંધાઈ છે જયારે
નદીમાં પાણીની જાવક 2,86,962 ક્યુસેક નોંધાઈ છે.
કેનાલમાં પાણીની જાવક 5985 ક્યુસેક નોંધાઈ છે
છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 2.44 મીટરનો વધારો થયો હોઈ નર્મદા બે કાંઠે વહેતી હોઈ
ભરૂચ, નર્મદાઅને વડોદરા
નદીકાંઠાના નાગરિકોને સાવચેત રહેવા સૂચનાઅપાઈ છે
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા


