મેષ : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપને મુશ્કેલીનો સામનો કરવો પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-મુશ્કેલી ઓછી થાય.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
કર્ક : દેશ-પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામ અંગે મુલાકાત થાય.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ખર્ચ રહે.
કન્યા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહે.
તુલા : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર – દોડધામ વધે.
વૃશ્રિક : આપની બુદ્ધિ-અનુભવ- આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
ધન: નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
મકર : આપના કામમાં ભાઈભાંડુ વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામ થાય.

