Saturday, May 18, 2024
HomeગુજરાતGUJARAT: કાલે ભાવનગરના 16 કેન્દ્રો NEETની પરીક્ષા આપશે

GUJARAT: કાલે ભાવનગરના 16 કેન્દ્રો NEETની પરીક્ષા આપશે

- Advertisement -

મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા દર વર્ષે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાતી નીટ એક્ઝામ આગળના પ્રવેશ માટે મહત્વની બની રહે છે અને આ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓનો ધસારો વધતો રહ્યો છે. તા.૫ મેના રોજ ૧૬ કેન્દ્રોમાં ૫૮૩૫ વિદ્યાર્થી પરીક્ષા આપશે જેની સુરક્ષા માટે આ વર્ષે તમામ કેન્દ્રો પર પરીક્ષા દરમિયાન ઝામર ફીટ કરવામાં આવશે.

અંડર ગ્રેજ્યુએટ્સ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એ સમગ્ર ભારતમાં વિવિધ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ પ્રોગ્રામ્સ માટેનું એક પ્રવેશદ્વાર છે. નીટ-૨૦૨૪નું આયોજન નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા ૫ મેને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા હિન્દી, અંગ્રેજી સહિત ૧૩ ભાષામાં લેવામાં આવે છે જેની હોલ ટિકીટ ડાઉનલોડ કરવા સાઇટ ઓપન કરી દેવાય છે. આ પરીક્ષામાં ૭૨૦ માર્કસના પ્રશ્નો સંપૂર્ણ ઓએમઆર પદ્ધતિથી પુછવામાં આવે છે જેમાં માઇનસ પદ્ધતિ પણ છે. આગામી તા.૫ના રોજ યોજાનાર નીટની પરીક્ષા માટે ૧૧ થી ૧.૩૦ એન્ટ્રી સમય રહેશે. જ્યારે ૨ થી ૫.૨૦ પરીક્ષાનો સમય રહેશે. નેશનલ કક્ષાની પરીક્ષાની સુરક્ષા માટે આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો પર જામર લગાડવાનું આયોજન કરાયું છે જેથી પરીક્ષા દરમિયાન કેન્દ્રના અને નજીકના તમામ મોબાઇલ બંધ પડી જશે. તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા જાળવવા જાહેરનામુ પણ બહાર પડી ચુક્યું છે. (નીટ) મેડિકલ ક્ષેત્રે આ વર્ષે ગત વર્ષ કરતા ૧૦૦૦ વિદ્યાર્થીનો વધારો થયો છે તો સાથો સાથ પરીક્ષા કેન્દ્રો પણ વધાર્યાં છે. ભાવનગરના ૧૬ પરીક્ષા કેન્દ્રોને આ પરીક્ષા લેવા માટે પસંદગી કરાઇ છે. જેમાં સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલ, અમર જ્યોતિ વિદ્યાલય, સારથી વિદ્યાલય, અમર જ્યોતિ ઇન્ટર નેશનલ સ્કૂલ, એમ.એસ. લાખાણી, વિદ્યાધિશ વિદ્યાસંકુલ, કેપીઇએસ સ્કૂલ, જ્ઞાાનમંજરી વિદ્યાપીઠ, જ્ઞાાનમંજરી ઇન્સ્ટીટયૂટ સિદસર, જ્ઞાનમંજરી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ, વિશુદ્ધાનંદ, સેન્ટ મેરીસ, ફાતિમા કોન્વેન્ટ, સેન્ટ ઝેવીયર્સ, સીએમવાયકે પબ્લિક સ્કૂલ, સહજાનંદ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ અકવાડાનો સમાવેશ થાય છે. આ ૧૬ કેન્દ્રો પર ભાવનગરના ૫૮૩૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને પરિણામ બાદ મળેલ રેન્ક પ્રમાણે આગળના અભ્યાસ માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. નીટની આ પરીક્ષાને લઇ પ્રશાસન દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરાઇ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular