કલોલ શહેર પોલીસે બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડયા હતા અને જુગાર રમતા ૧૭ લોકોને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દા માલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
કલોલ શહેર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે સાગર પેરેડાઇઝ એપાર્ટમેન્ટના મકાન નંબર ૪૦૨માં જુગાર રમાઈ રહ્યો છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો પોલીસે દરોડો પાડીને જુગાર રમતા યોગેશ મોતીભાઈ પ્રજાપતિ તથા ધર્મેશકુમાર ભગવાનભાઈ પ્રજાપતિ અને પિયુષ ઉર્ફે ટીનો રમેશભાઇ ઠાકોર તથા જયેશભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ અને ઈકબાલ અજમેરી તથા મેહુલ રઘુનાથભાઈ પ્રજાપતિ અને સુરેશ અમરતભાઈ પ્રજાપતિ ને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી જુગાર રમવાના પાના પત્તા તથા રોકડા રૃપિયા અને મોબાઈલ મળી કુલ રૃપિયા ૧૦૩૨૦૦ નો મુદ્દામાલ જપ ા કરવામાં આવ્યો હતો પોલીસે બાતમીના આધારે લીલી તલાવડી પાસે ચાલતા જુગાર ઉપર પણ દરોડો પાડયો હતો અને જુગાર રમતા અરજણજી બાલાજી ઠાકોર તથા વિવેકભાઈ વિજયભાઈ વાઘરી તથા મુકેશભાઈ અરવિંદભાઈ દંતાણી અને રાકેશ વિષ્ણુભાઈ દંતાણી તથા વિજય વિષ્ણુભાઈ વાઘરી અને ધવલ રમેશભાઈ દંતાણી અને ગોવિંદભાઈ સોનાભાઈ વાઘરી તથા અજીતભાઈ જયંતીભાઈ રાવળ અને શિવાજી દલસાજી ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે તેમની પાસેથી પણ રોકડા રૃપિયા ૪૭,૪૮૦ જપ્ત કર્યા હતા અને જુગારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.


