RASHI : 20 એપ્રિલ, 2026નું રાશિ ભવિષ્ય

0
11
meetarticle

મેષ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

વૃષભ : માનસિક પરિતાપ વ્યગ્રતાના લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.

મિથુન : આપે રાજકીય સરકારી કામકાજમાં, કોર્ટ કચેરીના કામકાજમાં સાવધાની રાખવી પડે. બેચેની વ્યગ્રતા રહે.

કર્ક : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની વધે. આપના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. પરદેશના કામમાં વિલંબ રહે.

સિંહ : જમીન મકાન વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.

કન્યા : આપે યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી પડે. અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાત મુલત્વી રાખવા ખર્ચ જણાય.

તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં પ્રતિકૂળતા રહે.

વૃશ્ચિક : રાજકીય સરકારી કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. મહત્ત્વના નિર્ણય લેવાનું મુલતવી રાખવું. ચિંતા રહે.

ધન : મોસાળપક્ષે સાસરી પક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી.

મકર : આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી કામકાજ કરી લેવું. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય.

કુંભ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા રહે.

મીન : આપના યશ-પદ-ધનને હાનિ ન પહોંચે તેની તકેદારી આપે રાખવી પડે. પરદેશના કામમાં, બઢતી બદલીના કામમાં વિલંબ જણાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here