Wednesday, May 1, 2024
Homeગાંધીનગર GUJARAT: સગીરા ઉપર દુષ્કર્મ કરી હત્યાનો પ્રયાસ કરનારા આરોપીને 20 વર્ષની સખત...

GUJARAT: સગીરા ઉપર દુષ્કર્મ કરી હત્યાનો પ્રયાસ કરનારા આરોપીને 20 વર્ષની સખત કેદ

- Advertisement -

ગાંધીનગર :  જિલ્લાના માણસા તાલુકાના લીંબોદરા ખાતે બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરીને તેની ઉપર દુષ્કર્મ આચરીને કટર વડે હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે અને ૨૫,૦૦૦ના દંડની સાથે સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લીંબોદરા ખાતે ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી સગીરા પરીક્ષા આપીને ઘરે જઈ રહી હતી તે દરમિયાન ગામમાં રહેતા સંજય ઉર્ફે લાલો સેંધાજી ઠાકોર દ્વારા આ સગીરાને તેના કાકા બોલાવી રહ્યા છે તેમ કહીને બાઈક પર બેસાડી અમરાપુરા સાબરમતી નદીની કોતરોમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેની સાથે બળ જબરીથી શરીર સંબંધ બાંધીને કટર વડે તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હુમલો કરીને આ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો તે દરમિયાન સગીરા પણ ગંભીર હાલતમાં કોતરો પાસે મજૂરોની નજીક પહોંચી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે માણસા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ શ્રી એસ.ડી મહેતા સમક્ષ ચાર્જશીટ રજૂ કર્યું હતું. જેમાં સરકાર તરફે વકીલ સુનિલ એસ પંડયાએ દલીલો કરી હતી કે, આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સગીર વયની દીકરીને ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધીને ગળાના ભાગે કટર વડે હુમલો કરીને જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજમાં આ પ્રકારના ગુનાઓ સતત વધી રહ્યા છે. જેના પગલે સમાજમાં દાખલો બેસે તે પ્રકારે આરોપીને સજા કરવા માંગણી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી સંજય ઉર્ફે લાલો સેંધાજી ઠાકોરને ૨૦ વર્ષની સખત કેદીની સજા અને ૨૫ હજાર રૃપિયાનો દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૃપિયા વળતર આપવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular