RASHI : 26 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0
34
meetarticle

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

વૃષભ : આપના કામની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.

મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કર્ક : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

સિંહ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.

કન્યા : આપે દિવસના પ્રારંભથી જ સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.

તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ મળી રહે.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક ચિંતા જણાય.

ધન : આપના કામની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.

મકર : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા રહે. ખર્ચ જણાય.

કુંભ : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ જણાય.

મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં પ્રતિકૂળતા રહે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here