GUJARAT : સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પર 24 કલાકમાં 3 અકસ્માત

0
101
meetarticle

સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે જાણે અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતના ત્રણ બનાવ બન્યા છે. હાઇવે ફોરલેન બન્યા બાદ વાહનોની અનિયંત્રિત ગતિને કારણે અકસ્માતો વધતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

પ્રથમ બનાવમાં ગેથળા હનુમાનજી મંદિર પાસે પેટ્રોલ પંપ નજીક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં બાઇક ચાલક રોડ પર પટકાયો હતો અને કાર પણ ગટરમાં ઉતરી ગઈ હતી. ૧૦૮ની ટીમે તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્ત બાઇક ચાલકને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડયો છે.

બીજી ઘટનામાં ઝમર ગામ પાસે એક કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઇડના નાળામાં પલટી ખાઇ ગઇ હતી, જેમાં ચાલકને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે ત્રીજા બનાવમાં લખતર પાસે એક ખાનગી કંપની નજીક આઇશર ગાડી ગટરમાં ખાબકી હતી, જોકે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here