BUSINESS : ઓછા વ્યાજે 25 કરોડની લોન આપે છે SBI, જાણો કોણ લાભ લઈ શકે!

0
10
meetarticle

દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) મહિલાઓ માટે ‘સ્ત્રી શક્તિ યોજના’ ચલાવી રહી છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં કે આગળ વધારવામાં મદદ કરવાનો છે.

વ્યવસાય માટે આર્થિક સહાય

મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા વ્યવસાયો માટે આ યોજના હેઠળ સરળ શરતો પર લોન મળી શકે છે. આ સ્કીમ ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધી શકે.

લોનની રકમ અને ક્ષમતા

વ્યવસાયની જરૂરિયાત અને તેની નાણાકીય સ્થિતિના આધારે મહિલાઓ આ યોજના હેઠળ 25 કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. આ લોન વ્યવસાયના રોજબરોજના ખર્ચ તેમજ મશીનરી ખરીદવા માટે આપવામાં આવે છે. બેંક અરજદારની પાત્રતા અને બિઝનેસ પ્લાનને આધિન લોનની આખરી રકમ નક્કી કરે છે.

વ્યાજ દર પર વિશેષ છૂટ

મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે એસબીઆઈ વ્યાજ દરમાં રાહત આપે છે. 2 કરોડ રૂપિયા સુધીના લોન પર મહિલાઓને વ્યાજ દરમાં 0.50 ટકા સુધીની છૂટ મળે છે, જેના કારણે લોન ચૂકવવાનો બોજ ઓછો થઈ જાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here