એ વાત તો આપણને સૌને ખબર છે કે, આપણે જે પણ ખાઈએ છીએ તેની અસર આપણા શરીર પર થાય છે. પરંતુ નોંધનીય વાત એ છે કે, ખોરાક માત્ર તમારા શરીર પર જ નહીં પણ તમારા મગજ પર પણ પડે છે.
આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે, કે ઘણા ફૂડ્સ એવા છે, જે તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે અને તમારી યાદશક્તિ અને વિચારવાની ક્ષમતાને કમજોર બનાવી શકે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, તમે રોજ આ ખોરાક ખૂબ જ ઉત્સાહથી ખાતા હોવ તો, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ખોરાક કયો છે? ચાલો જાણીએ એવા ખોરાક વિશે, જે ચૂપચાપ તમારા મગજને નુકસાન પહોંચાડે છે, જેના કારણે તમને ભૂલવાની બીમારી થઈ શકે છે.
1. ગળ્યો ખોરાક અને પીણાં:
સોડા, મીઠાઈઓ અને મીઠા જ્યૂસમાં રહેલી ખાંડ હિપ્પોકેમ્પસને નુકસાન પહોંચાડી શકે છે, જે તમારા મગજનો તે ભાગ છે જે યાદશક્તિને સંભાળે છે. જેથી યાદશક્તિ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
2. તળેલા ખોરાક:
ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ અથવા તળેલા નાસ્તા જેવા ખોરાક મગજમાં સોજો પેદા કરી શકે છે. તળતી વખતે નીકળતા એક્રેલામાઇડ જેવા કેમિકલ્સ મગજના કોષો માટે ઝેરી હોઈ શકે છે અને તમારી વિચારસરણી અને યાદશક્તિને નુકસાન પહોંચાડી શકે છે.
3. શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ:
સફેદ બ્રેડ, કૂકીઝ અને ચિપ્સમાં પોષક તત્વો અને ફાઇબર નથી હોતો. તેઓ હિપ્પોકેમ્પસને નુકસાન પહોંચાડી શકે છે અને યાદશક્તિ અને શીખવાની ક્ષમતાને નબળી પાડી શકે છે.
4. આર્ટિફિશિયલ સ્વીટનર્સ:
એસ્પાર્ટમ અને સુક્રલોઝ જેવા આર્ટિફિશિયલ સ્વીટનર્સ સોજો વધારી શકે છે, મગજના કોષોની એકબીજા સાથે જોડાવાની ક્ષમતાને નુકસાન પહોંચાડી શકે છે અને યાદશક્તિ કમજોર બનાવી શકે છે.
5. પ્રોસેસ્ડ મીટ:
હોટ ડોગ્સ અને બેકન જેવા ખોરાકમાં સોડિયમ અને પ્રિઝર્વેટિવ્સ વધુ પ્રમાણમાં રહેલા હોય છે. જે મગજના કોષોમાં બળતરા પેદા કરી શકે છે અને બ્લડ ફ્લોનો પ્રવાહ ઘટાડી શકે છે, જે સમય જતાં યાદશક્તિને અસર કરે છે.


