GUJARAT : જેતપુર ગણેશ નગરમાં જાહેર રોડ પર જુગાર રમતા 7 શખ્સો પકડાયા

0
65
meetarticle

જેતપુર શહેર પોલીસે ગણેશ નગરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખ્સોને રોકડ રૂપિયા ૧૮.૨૩૦ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ, પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર દારૂ જુગારની પ્રવૃત્તિઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે સીટી પોલીસ પીઆઈ વી.એમ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ મિલનસિંહ ડોડીયા તથા પો.કોન્સ ભગીરથસિંહ જાડેજા, પ્રદિપભાઈ આગરીયાને બાતમી મળી હતી કે જેતપુર ગણેશ નગર બેમાં છેલ્લી શેરીમાં જાહેર રોડ ઉપર અમુક ઈસમો પૈસા તથા ગંજીપતાના પાના વતી જુગાર રમે છે જે હકીકત વાળી જગ્યાએ રેડ કરતાં તીનપત્તીનો જુગાર રમતા (૧) કિશનભાઇ જીતેન્દ્રભાઇ ગોલતર (૨) જેન્તીભાઈ જામાભાઇ પાડીવાડીયા (૩) વિજયભાઇ જેરામભાઈ પીલ્લાઇ (૪) રાજેશભાઇ ઉર્ફે રાજુ પ્રભુદાસભાઇ રૂપારેલીયા (૫) અજયભાઇ મીઠુભાઇ પરમાર (૬) પ્રવીણભાઇ શંકરભાઇ બાંભણીયા (૭) કિશનભાઇ ઉર્ફે બાડો વીનુભાઇ સમેચા (રહે બધા ગણેશનગર-૨, જેતપુર)ને ઝડપી લીધા હતા. પોલીસે જુગારનું સાહિત્ય અને ૧૮.૨૩૦ રોકડા રૂપિયા કબજે કરી. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઈ વી.એમ.ડોડીયા તથા એએસઆઈ ભાવેશભાઈ ચાવડા, મીલનસિંહ ડોડીયા તથા હેડ.કોન્સ સાગરભાઈ મકવાણા તથા પો.કોન્સ શક્તિ ઝાલા, અમિતભાઈ સિધ્ધપરા, લખુભા રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, પ્રદિપભાઈ આગરીયા રોકાયેલ હતા.

REPOTER : (સુરેશ ભાલીયા જેતપુર)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here