Friday, May 3, 2024
Homeવિશ્વWORLD NEWS:પ્રાઈવેટ નહીં 70,000 ‘સરકારી’ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યાં,

WORLD NEWS:પ્રાઈવેટ નહીં 70,000 ‘સરકારી’ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યાં,

- Advertisement -

આર્થિક સંકટનો સામનો કરી રહેલા આર્જેન્ટિનામાં સરકારી કર્મચારીઓને મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. આર્જેન્ટિનામાં મોટી છટણી થવાની છે. એકસાથે 70,000 કર્મચારીઓ નોકરી ગુમાવશે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી દેશની અર્થવ્યવસ્થા પર વધી રહેલા બોજને ઘટાડવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છે. આર્જેન્ટિનામાં આવનારા કેટલાક મહિનામાં 70 હજાર લોકો તેમની નોકરી ગુમાવશે.


બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી આગામી મહિનાઓમાં દેશભરના 70,000 થી વધુ સરકારી કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આર્જેન્ટિના ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અર્થતંત્ર દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થા પર દબાણ ઓછું કરવા માટે સરકારે છટણી કરવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટ અનુસાર આર્જેન્ટિનામાં 35 લાખથી વધુ સરકારી કર્મચારીઓ છે. આવી સ્થિતિમાં સરકારને આશા છે કે 70 હજાર કર્મચારીઓની છટણીથી મોટી અસર નહીં થાય. એવું માનવામાં આવે છે કે સરકાર લગભગ 15 ટકા કર્મચારીઓના કોન્ટેક્ટ રિન્યુ નહીં કરે. આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલીએ કહ્યું કે તાજેતરના સમયમાં દેશ અને દુનિયામાં મોટા પાયે છટણી થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular